Vastu Tips:ઘર હોય કે ઓફિસ લોકો સુખ શાંતિ અને સફળતા માટે વાસ્તુના નિયમોને અનુસરે છે. વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra)ના નિયમોનું પાલન કરવાથી જીવન સુખમય વ્યતિત થાય છે., વાસ્તુ_ અનુસાર ઘરના રૂમ, હોલ, રસોડું, મંદિર, બાથરૂમ અને બેડરૂમની એક ખાસ દિશા હોવી જોઈએ જો બધા રૂમ તેમની દિશા અનુસાર બનાવવામાં આવે તો ઘરમાં કોઈ વાસ્તુ દોષ રહેતો નથી અને તે ઘર અને પરિવારના લોકો. સુખી જીવન જીવે છે.
ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?
- જે ઘરમાં લોકોને વારંવાર આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, અથવા ઘરમાં પૈસા સ્થિર નથી, અથવા સમયાંતરે નાણાકીય સમસ્યાઓ ઊભી થઈ રહી છે, તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે છે.
- જો ઘરના લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે અને ઘરના એક પછી એક સભ્યમાં બીમારીઓ દેખાઈ રહી છે તો તે ઘરમાં વાસ્તુ દોષના લક્ષણો હોઈ શકે છે.
- જે ઘરમાં વાસ્તુ દોષ હોય ત્યાં લોકોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. જેના કારણે ઘણી વખત આવા લોકો પોતાનું સંતુલન ગુમાવી દે છે. આવા લોકોમાં વધુ પડતો ગુસ્સો કે ઊંઘ ન આવવી અથવા માઈગ્રેન જેવી સમસ્યાઓ ઘણી વાર જોવા મળે છે.
- જે લોકોના ઘરમાં વાસ્તુ દોષ હોય છે તેઓ ઘણી વખત મહેનત કરવા છતાં નિષ્ફળ જાય છે.
- ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર યોગ્ય દિશામાં ન હોવાને કારણે ઘણી વખત તમારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
વાસ્તુ દોષ માટેના ઉપાયો ((Vastu Dosh Ke Upay))
- વાસ્તુ દોષથી બચવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે. વાસ્તુ દોષથી રાહત મેળવવા માટે તમે યંત્ર સ્થાપિત કરી શકો છો.
- જે જગ્યા કે રૂમની વાસ્તુ યોગ્ય નથી તે જગ્યાએ યંત્ર સ્થાપિત કરવામાં આવે છે.
- વાસ્તુ દોષોના ઉપાય તરીકે, વાસ્તુ શાંતિનો પાઠ કરો.
- મંત્રનો જાપ કરો, મંત્ર જાપ કરવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો