એસ્ટ્રોટૉક વિશે સૌથી રસપ્રદ વાત એ છે કે સ્થાપક પુનીત ગુપ્તા પોતે ક્યારેય જ્યોતિષમાં માનતા નહોતા પરંતુ એક જ્યોતિષની આગાહીએ તેમનું જીવન હંમેશા માટે બદલી નાખ્યું.
ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે તે ક્યારે અને કેવી રીતે થશે, આ ટેન્શન આપણને સતાવ્યાં કરે છે. . જ્યારે જીવન આપણને ક્યાં લઈ જાય છે તે ખબર નથી,. આપણે આપણા જીવનમાં જેટલું વધુ ખાતરી કરવા માંગીએ છીએ, તેટલું જ આપણું જીવન અનિશ્ચિતતાથી ઘેરાયેલું રહે છે. આ ચિંતાઓમાંથી મુક્તિ મેળવવા માટેની એપ છે. જે આપના જીવનની અનિશ્ચિતતાને ઘટાડે છે, જેનું નામ છે એસ્ટ્રોટૉક.
શું તમે ક્યારેય જ્યોતિષ એપ વિશે સાંભળ્યું છે? તે ખૂબ જ રસપ્રદ સ્ટાર્ટઅપ છે. જે ગ્રાહકો સાથે 24X7 વાર્તાલાપ કરવા માટે એપ પર જ્યોતિષીઓને લાવે છે. એસ્ટ્રોટૉક વિશે સૌથી રસપ્રદ બાબત એ છે કે સ્થાપક પુનિત ગુપ્તા પોતે ક્યારેય જ્યોતિષમાં માનતા નહોતા પરંતુ જ્યોતિષની આગાહીએ તેમનું જીવન હંમેશ માટે બદલી નાખ્યું. જાણીએ પુનિત ગુપ્તાની સફળતાની કહાણી શું છે
પુનિત મુંબઈમાં એક ઈન્વેસ્ટમેન્ટ બેંકમાં કામ કરતો હતો જ્યારે તેણે આઈટી સર્વિસ કંપની શરૂ કરવા માટે નોકરી છોડી દેવાનું વિચાર્યું. સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે 2015 માં નોકરી છોડતા પહેલા, પુનીતે અગાઉ પણ આ જ પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો અને તેને કામ પર પાછા ફરવું પડ્યું હતું. તેથી તેના માટે ફરીથી નોકરી છોડવી બહુ સરળ ન હતી.
સદનસીબે, એક વરિષ્ઠ સાથીદારે પુનીતને પૂછ્યું કે તે દિવસે તે શા માટે આટલો ચિંતિત દેખાય છે. ત્યારે તેણે કહ્યું કે તે રાજીનામું આપવા માંગે છે, પરંતુ હિંમત એકત્ર કરવામાં અસમર્થ છે. સાથીદાર જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ વિશ્વાસ ધરાવતો હતો. તેથી તેણે પુનીતની મદદની ઓફર કરી. પુનીતને જ્યોતિષમાં કોઈ વિશ્વાસ નહોતો અને તેથી તેણે મજાકમાં તેના વિચારને ફગાવી દીધો અને કહ્યું કે ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં કામ કરનાર વ્યક્તિ જ્યોતિષ જેવી દંતકથામાં કેવી રીતે વિશ્વાસ કરી શકે. સાથીદાર મદદ કરવા મક્કમ હતો અને પોતાને સાચો સાબિત કરવા પણ માંગતો હતો, તેથી પુનીત આખરે જ્યોતિષની સલાહ લેવા માટે સહમત કરી દીધો.
જ્યોતિષે સલાહ આપી કે તે રાજીનામું આપી શકે છે કારણ કે 2015 થી 2017 સુધીનો તેમનો સમય અત્યંત સહાયક રહેશે, પરંતુ તેમનો સ્ટાર્ટઅપ એપ્રિલ 2017 પછી બંધ થઈ જશે કારણ કે તેમનો ભાગીદાર જતો રહેશે. તેણે એમ પણ કહ્યું કે તેણે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તે 2017-18માં ફરીથી કંઈક શરૂ કરશે અને તે ખૂબ જ સફળ થશે.
જો કે પુનીતને જ્યોતિષની આગાહીઓમાં વિશ્વાસ ન હતો જો કે તેને જ્યોતિષના વાકયોએ રાજીનામાની હિંમત ચોક્કસ આપી દીધી. પુનિતે આખરે રાજીનામું આપ્યું.સ્ટાર્ટઅપે સફળતાની રાહે હતું કે,જ્યોતિષની આગાહી મુજબ માર્ચ 2017માં તેનો પાર્ટનર ચાલ્યો ગયો અને ત્યાર બાદ તેનો મુશ્કેલ સમય પણ શરૂ થયો.
પુનીત, જે ક્યારેય જ્યોતિષમાં માનતો ન હતો, જ્યારે તેણે જોયું કે બે વર્ષ પહેલાં કરેલી ભવિષ્યવાણી બિલકુલ સાચી પડી રહી છે. તેણે તેના જ્યોતિષીય ભૂતપૂર્વ સાથીદારને બોલાવ્યો અને જણાવ્યું કે તેણે કરેલી બધી આગાહીઓ આ રીતે સાચી પડી. તેની સાથે વાત કરતી વખતે પુનિતને જ્યોતિષના ક્ષેત્રમાં એક એપ શરૂ કરવાનો વિચાર આવ્યો અને આ રીતે એસ્ટ્રોટોક શરૂ થઈ.
એસ્ટ્રોટૉક શું છે?
કામ પર વધતા તણાવ અને વ્યક્તિગત સંબંધોમાં સમસ્યાઓ સાથે, લોકો યોગ્ય કાર્ય-જીવન સંતુલન જાળવવા માટે સંઘર્ષ કરે છે. અહીં જ AstroTalk લોકોની સમસ્યાઓ સાંભળીને તેની મદદ કરે છે.. આ છે એસ્ટ્રોટોક
એસ્ટ્રોટૉકનો ઉદય
તેની શરૂઆતના 4 વર્ષની અંદર, Astrotalk આજે લોકોની જ્યોતિષીઓ સાથે વાતચીત કરવાની રીત બદલી રહ્યો છે. પુનીતે શેર કર્યું, "મને ગર્વ છે કે અમે માત્ર 4 વર્ષમાં 20 મિલિયનથી વધુ લોકોના જીવન પર સકારાત્મક અસર કરવાની તક મળી છે."
સફળતાનો મંત્ર
પુનીતે સફળતાની વાત કરતા કહ્યું કે, "આપના ગ્રાહકો સાથે વાત કરો." તેમના મતે, ગ્રાહકોને યોગ્ય રીતે સેવા આપવી, તેમની સમસ્યાઓ સાંભળવી અને તેનું નિરાકરણ કરવું તેનાથી વધુ મહત્ત્વનું બીજું કંઈ નથી. તે એમ પણ કહે છે, "જો તમે ગ્રાહકની સમસ્યાઓ હલ કરશો, તો તેઓ તમારી બધી વ્યવસાયિક સમસ્યાઓ હલ કરશે." એસ્ટ્રોટોકનો આ જ છે સફળતાનો મંત્ર