Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે  30 જુલાઇ ગુરૂવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે ગુરૂવાર  શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ આજનું રાશિફળ 

Continues below advertisement

મેષ: આજે આત્મવિશ્વાસમાં વધારો થશે. અટવાયેલા કામો પૂર્ણ થવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં નવી તક મળી શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખો.

Continues below advertisement

વૃષભ: ઘર અને કાર્યસ્થળે પડકારોનો સામનો કરવો પડી શકે છે. ધીરજ અને સમજદારીથી કામ લેશો તો સફળતા મળશે. પરિવાર સાથે મતભેદ ટાળો.

મિથુન: પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. મિત્રો અને સગાં સાથે સારો સમય પસાર થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે.

કર્ક:-ગુસ્સા અને ઉતાવળથી બચો. કામમાં સાવચેતી રાખો. આર્થિક બાબતોમાં લાભના સંકેત છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહ:- બિનજરૂરી વિવાદથી દૂર રહો. સહકર્મીઓ સાથે સંયમપૂર્વક વર્તો. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં સારી રીતે વિચાર કરો.

કન્યા:- મુસાફરીના યોગ બની શકે છે. ઓફિસના કામ અથવા પારિવારિક પ્રસંગ માટે બહાર જવું પડી શકે છે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે.

તુલા:પૈસાની લેવડદેવડમાં સાવચેતી રાખો. ઘર અથવા વાહન સંબંધિત ખર્ચ થઈ શકે છે. સંબંધોમાં પારદર્શિતા જાળવો.

વૃશ્ચિક:નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની તકો મળશે. સહકર્મીઓનો સહયોગ મળશે. મહત્વના કાર્યોમાં સફળતા મળશે.

ધન:શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા પરિણામ મળી શકે છે. પરિવાર સાથે ધીરજપૂર્વક વર્તો. ગુસ્સા પર નિયંત્રણ રાખો.

મકર:બિનજરૂરી ચર્ચા અને વાદ-વિવાદથી દૂર રહો. કાર્યસ્થળે સમજદારીથી નિર્ણય લો. સમયનું યોગ્ય આયોજન લાભદાયી રહેશે.

કુંભ:કારકિર્દીની દિશા અંગે નવી યોજના બનાવી શકો છો. ધ્યાન કેન્દ્રિત કરશો તો સફળતા મળશે. ખરાબ આદતોથી દૂર રહો.

મીન:આજે કેટલીક મુશ્કેલીઓ અથવા મતભેદોનો સામનો કરવો પડી શકે છે. શાંતિથી પરિસ્થિતિનો સામનો કરો. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. શુભ સમાચાર મળવાની શક્યતા છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો