Capricorn yearly Horoscope: મકર રાશિ : વિક્રમ સંવત  2081ના વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી પાંચમા ભાવે ભ્રમણ કરશે, જે નોકરી તેમજ વ્યવસાયમાં કાર્ય સફળતા અને ધન પ્રાપ્તિના યોગ ઊભા કરાવશે.જીવનમાં સુખ સફળતા મળે  સંતાનોના પ્રશ્નો હલ થાય.  નોકરીમાં પ્રમોશનના યોગ સર્જાય.વિદેશ જવાનું સપનું પૂરું થાય


તારીખ 14 -5-2025થી મિથુન રાશિનો ગુરૂ  તમારીથી   છઠ્ઠા  રોગ-શત્રુભાવે રહેશે, જે શારીરિક સમસ્યા તેમજ  અંગત વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બનાવે, નોકરી વ્યવસાયમાં તકરારથી બચવું, આવક ઘટી શકે છે.  


વર્ષની શરૂઆતમાં કુંભનો  શનિ તમારી રાશિથી બીજા ધનભાવે ભ્રમણ કરે છે,  અહીં તમારે સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો સોનાના પાયે પગ પરથી પસાર થાય છે, જે  શારીરિક -માનસિક ચિંતા  બેચેની અપાવે, તમારે અનેક તકલીફોનો સામનો કરવી પડી શકે છે. ઉતરતી પનોતીમાં ધીરજ પૂર્વક સમય પસાર કરવો, મોટા સાહસ કે મોટા ખર્ચથી  બચવું, કોઈની સાથે તકરાર કે કોર્ટ કચેરીમાં ઉતરવું નહીં, પનોતીનો સમય છે. બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે, તકલીફ ઓછી પડે.


તારીખ  29--૦3-2025થી શનિ તમારી રાશિથી  ત્રીજા પરાક્રમ સ્થાને આવશે. તમને પનોતીમાંથી મુક્તિનો અહેસાસ થશે. રોકાયેલા કાર્યો પૂરા થશે,  લોકો તરફથી સારો પ્રતિસાદ અને સપોર્ટ મળશે. ફરી સાહસિક કાર્યો દ્વારા પ્રગતિ  થશે,  વેપાર ધંધા નોકરીમાં ધનની વૃદ્ધિના  યોગ ઊભા થશે એકંદરે સારી સફળતા મળે, યશ  મળશે.


સ્ત્રીઓ માટે : આ વર્ષ  શરૂઆતમાં બેચેની ચિંતા અને  તકલીફો લાવનારું બનશે. પરંતુ માર્ચ 2025થી તમામ સમસ્યાઓનો અંત આવે. સારા ધન યોગ ઉભા થશે, ક્લેશ  દૂર થાય રોકાયેલા કાર્યો પૂરા થતા જણાય.


વિદ્યાર્થીઓ માટે : આ વર્ષની શરૂઆત ઉત્તમ થવાની છે, સફળતા મળશે થોડું પરિશ્રમ કરવાવાળું  વર્ષ ગણાય, માર્ચ 2025  બાદ ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ માટે તમારે કમર કસવી પડશે. ખૂબ  વધુ મહેનત  બાદ સફળતા મેળવી શકશો.વર્ષના અંતમાં થોડી કઠણાઇ ઊભી થઈ શકે છે.