Navrarti 2023:નવરાત્રીનું ધાર્મિક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ છે. તે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે માતા આદિશક્તિની આરાધનાનો આ પવિત્ર તહેવાર 15 ઓક્ટોબરથી શરૂ થશે. નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.


લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય તો નવરાત્રિમા મા દુર્ગાની પૂજા આરાધના સાથે કેટલાક ખાસ ઉપાય કરવાથી શીઘ્ર લગ્નના યોગ બને છે.                                                      


જો તમારા લગ્નમાં  અવરોધો આવી રહ્યાં હોય.  તો નવરાત્રિના પહેલા દિવસથી આગામી 40 દિવસ સુધી માતા કાત્યાયનીની પૂજા કરો. પૂજા દરમિયાન નીચેના મંત્રોનો જાપ કરો. આનાથી શીઘ્ર  લગ્નની શક્યતાઓ ઉભી થાય છે. તેની સાથે યોગ્ય વરની પ્રાપ્તી થાય છે.


-.'ઓ ગૌરી શંકરધાંગી યથા ત્વમ શંકર પ્રિયા અને મા કુરુ કલ્યાણી, કાન્તા કાન્તા સુદુર્લભમ'


-ઓમ કાત્યાયની મહામાયે મહાયોગિન્યાધિશ્વરી.


-નન્દગોપસુતં દેવિ પતિમ્ મે કુરુતે નમઃ ॥


 નવરાત્રિ દરમિયાન મા દુર્ગાને શૃંગારની  વસ્તુઓ અર્પણ કરો. આ માટે સ્નાન અને ધ્યાન કર્યા પછી લાલ રંગના કપડાં પહેરો. આ પછી ભક્તિભાવથી મા દુર્ગાની પૂજા કરો અને નજીકના મંદિરમાં જઈને મા દુર્ગાને શૃંગારની વસ્તુઓ અર્પણ કરો.


-રાહુ-કેતુના કારણે લગ્નમાં અડચણો આવી રહી હોય તો પૂજા દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરો. આનાથી શીઘ્ર  લગ્નની શક્યતાઓ ઉભી થાય છે.


  નવરાત્રિ દરમિયાન મા દુર્ગાને રોજ નવ લાલ કે પીળા ફૂલ ચઢાવો. આ માટે તમારી હથેળીમાં ફૂલ મૂકો અને શીઘ્ર લગ્ન માટે પ્રાર્થના કરો. આ દરમિયાન “ઓમ શ્રીં વર પ્રદાય શ્રી નમઃ” મંત્રનો જાપ કરો. આ પછી માતા દુર્ગાને ફૂલ ચઢાવો. આ કારણે શીઘ્ર લગ્નના યોગ બને છે.


- લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે ગુપ્ત નવરાત્રિ દરમિયાન સ્નાન અને ધ્યાન કર્યા પછી દેવી પાર્વતીને સિંદૂર ચઢાવો. આ સમયે વહેલી લગ્ન માટે માતા પાર્વતીને પ્રાર્થના કરો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો