AUS Vs SA, Innings Highlights: દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે ગુરુવારે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ મેચમાં સાત વિકેટે 311 રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકા તરફથી ક્વિન્ટન ડી કોકે 109 રન બનાવ્યા જ્યારે કેપ્ટન એડન માર્કરામે 56 રન બનાવ્યા હતા.. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલ અને મિચેલ સ્ટાર્કે બે-બે વિકેટ લીધી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
આજે, પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટીમની નજર લખનૌના ઈકાના સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડ કપ 2023ની તેની પ્રથમ જીત પર છે. ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ 2023ની પોતાની પ્રથમ મેચમાં ભારતથી હારનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ ચોકર્સનું બિરુદ મેળવનારી સાઉથ આફ્રિકાની ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની બીજી જીત મેળવવાની કોશિશ કરશે. દક્ષિણ આફ્રિકાએ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ શ્રીલંકા સામે રમી હતી અને તે મેચમાં ટીમે શ્રીલંકાને 102 રનથી હરાવ્યું હતું. તે મેચમાં ટીમે 400થી વધુ સ્કોર કરીને ઈતિહાસ રચ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ છેલ્લી 10 ઓવરમાં સારી બોલિંગ કરી હતી. એક સમયે એવું લાગતું હતું કે આફ્રિકા સરળતાથી 350 રન બનાવી લેશે. પરંતુ આવું ન થયું. આફ્રિકાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા હતા. આફ્રિકા માટે ડી કોકે સદી ફટકારી હતી, જ્યારે માર્કરામે 56 રનની ઇનિંગ રમી હતી. સ્ટાર્ક બે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. 30 મિનિટના વિરામ બાદ ઓસ્ટ્રેલિયન ઓપનર મેદાનમાં ઉતરશે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન:
ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ ઇલેવન: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લેબુશેન, જોશ ઇંગ્લિસ (ડબલ્યુ), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.
દક્ષિણ આફ્રિકા પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડી કોક (વિકેટ કિપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એઇડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સન, કેશવ મહારાજ, લુંગી એનગિડી, કાગીસો રબાડા, તબરેઝ શમ્સી.