Vastu Tips: શાસ્ત્રોમાં તુલસીનું મહત્વ જેટલુ છે તેટલું તુલસીના કાષ્ટમાંથઈ બનેલી માળાનું છે. તુલસી માળા ધારણ કરનારને ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી. જાણો તેને પહેરવાના ફાયદા અને નિયમો વિશે
તુલસીની માળા પહેરવાથી બુધ અને શુક્ર બળવાન રહે છે. માનસિક પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ગળામાં પહેરવાથી મન પણ સંયમિત રહે છે.
જે રીતે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તુલસીની માળા મુશ્કેલીમાં સાધકનું રક્ષણ કરે છે.
તુલસીની માળા પહેરનાર વ્યક્તિમાં સાત્વિક ભાવનાઓ જાગે છે. તેનાથી માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ ભૌતિક અને આર્થિક લાભ પણ મળે છે. તે રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. આત્મવિશ્વાસ ડગમગતો નથી.
તુલસીની માળા ત્યારે જ સાધકને ફળ આપે છે જ્યારે તેને ધારણ કરનાર વ્યક્તિ નિયમોનું ધ્યાન રાખે. તેને પહેર્યા પછી શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો. ટોયલેટ જતા પહેલા તેને ઉતારી લો અને તેને મંદિરમાં રાખો.
તેને ક્યારેય ગંદા હાથથી સ્પર્શશો નહીં. તુલસીની માળા પહેરીને પ્રેમ સંબંધ ન બાંધવો જોઈએ. શાસ્ત્રો અનુસાર જે લોકો તુસલી માલા પહેરે છે તેમણે તામસી ભોજન ન ખાવું જોઈએ.
કહેવાય છે કે, તુલસીની માળા સાથે રૂદ્રાક્ષની માળા ન પહેરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ બંનેની અસર ઘટાડે છે.
તુલસીની માળા ધારણ કરતાં પહેલા તેને ગંગાજળ અને દૂધથી પવિત્ર કરો બાદ વિષ્ણુજીના ચરણાં અર્પિત કરો અને વિષ્ણુ મંત્રના જાપ કરો બાદ જ આ માળાને ધારણ કરો.
Astro Tips: દ્રરિદ્રતાને દૂર કરવા માટે જ્યોતિષી આ ઉપાય છે કારગર, ધન વર્ષોના બનશે યોગ
Astro Tips: ખાવા ઉપરાંત આપણે બધા પૂજા પાઠમાં સોપારીનો ઉપયોગ કરીએ છીએ. જો કે પૂજામાં ઉપયોગમાં લેવાતી સોપારી કદમાં નાની હોય છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેના ઘણા ચમત્કારી ગુણો વર્ણવવામાં આવ્યા છે.
Aestro Tips: ખાવા ઉપરાંત આપણે બધા પૂજા પાઠમાં સોપારીનો ઉપયોગ કરીએ છીએ. જો કે પૂજામાં ઉપયોગમાં લેવાતી સોપારી કદમાં નાની હોય છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેના ઘણા ચમત્કારી ગુણો વર્ણવવામાં આવ્યા છે.
ખાવા ઉપરાંત આપણે બધા પૂજા પાઠમાં સોપારીનો ઉપયોગ કરીએ છીએ. જો કે પૂજામાં ઉપયોગમાં લેવાતી સોપારી કદમાં નાની હોય છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેના ઘણા ચમત્કારી ગુણો વર્ણવવામાં આવ્યા છે. જ્યોતિષમાં સોપારીના અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને કરવાથી જીવનમાં આવનારી પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે. સોપારીને ભગવાન ગણેશ અને ગૌરી તરીકે પણ પૂજવામાં આવે છે. જ્યોતિષમાં સોપારીના ઉપાયોનો વેપાર વધારવા, અટકેલા કાર્યોને પૂરા કરવા અને લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે કરવામાં આવે છે.