Covid 19 Cases :દેશભરમાં કોવિડ-19ના સબ-વેરિયન્ટ JN-1 કેસની સંખ્યા વધીને 619 થઈ ગઈ છે. પીટીઆઈના અહેવાલ મુજબ 4 જાન્યુઆરી સુધીમાં કર્ણાટકમાં 199, કેરળમાં 148, મહારાષ્ટ્રમાં 110, ગોવામાં 47, ગુજરાતમાં 36, આંધ્રપ્રદેશમાં 30, તમિલનાડુમાં 26, દિલ્હીમાં 15, રાજસ્થાનમાં 4 કેસ નોંધાયા છે. તેલંગાણા, હરિયાણામાં 2 અને ઓડિશામાંથી એક-એક કેસ નોંધાયો છે.
અધિકારીએ કહ્યું કે, દેશભરમાં JN-1 વેરિઅન્ટની સંખ્યા વધી રહી હોવા છતાં, અત્યારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ચેપગ્રસ્ત મોટાભાગના લોકો ઘરે જ સારવાર લઈ રહ્યા છે.
દેશમાં JN-1 વેરિયન્ટની સંખ્યામાં વધારો
કોરોનાના આ નવા પ્રકારને લઈને કેન્દ્ર સરકારે પહેલાથી જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સર્વેલન્સ જાળવવા માટે કહ્યું છે. દેશમાં JN-1 વેરિઅન્ટની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યોને કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ કોવિડ-19ની નવી માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તમામ હોસ્પિટલોને JN-1 વેરિઅન્ટના વધતા જતા કેસોને કારણે ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી અને શ્વસન સંબંધી બીમારી પર દેખરેખ રાખવા અને રિપોર્ટ કરવા જણાવ્યું છે.
આ પણ વાંચોCrime News: અડાલજમાં પૈસાની લેવડ દેવડ મામલે ફાયરિંગ, એક શખ્સના પગમાં ગોળી વાગતાં ઇજાગ્રસ્તડરાવી રહ્યો છે કોરોના! છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત, 761 નવા કેસ નોંધાયા, આ રાજ્યની હાલત સૌથી ખરાબUnseasonal rain: ગુજરાતમાં ખેડૂતો પર ફરી માવઠાનું સંકટ, આ દિવસે કમોસમી વરસાદની આગાહીઅમદાવાદનો કરોડપતિ ચોર, કરોડો રૂપિયાના બે ઘર હોવા છતાં કરી 30થી વધુ એક્ટિવાની ચોરીહવે Chatgpt દ્વારા પણ કરી શકાશે કમાણી, OpenAI આવતા અઠવાડિયે શરૂ કરશે GPTs સ્ટોર, જાણો કેવી રીતે થશે આવક