Kalsarp yog Upay:કાળસર્પ યોગ પર અનેક શોધ થઇ છે. જ્યોતિષ એના પ્રભાવ ઓછો કરવા માટે અનેક ઉપાય બતાવે છે. કુંડળીમાં મુખ્યત્વે બાર પ્રકારના કાળસર્પ યોગ બતાવ્યા છે. આપણે કાળસર્પ દોષની શાંતિ માટે અનેક પ્રકારના ઉપાયોના વિષે સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે, ફક્ત યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ કાળસર્પ યોગના પ્રભાવને ઓછો કરી શકાય છે.
- પહેલા સ્થાને થતો કાળસર્પ યોગના માટે એકમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં નાખી ગળામાં ધારણ કરવો.
- બીજા સ્થાને થતો કાળસર્પ યોગના માટે પાંચમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ ગુરુવારના દિવસે કાળા દોરામાં નાખી ગળામાં પહેરવો.
- જો કાળસર્પ યોગ ત્રીજા સ્થાને થતો હોય તો ત્રણમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ લાલ દોરામાં નાખી મંગળવારે ધારણ કરવો.
- ચોથા સ્થાને જો કાળસર્પ યોગ હોય તો બેમુખી, આઠમુખી, નવમુખી રુદ્રાક્ષ સફેદ દોરાનાં નાખી સોમવારે રાત્રીના સમયે ધારણ કરવો.
- પાંચમાં સ્થાને થતા કાળસર્પ યોગ હોય તો પાંચમુખી, આઠમુખી, નવમુખી રુદ્રાક્ષ પીળા દોરામાં ગુરુવારના દિવસે ધારણ કરવો.
- છઠ્ઠા સ્થાને કાળસર્પ યોગના માટે મંગળવારના દિએવસે તીનમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ એક લાલ દોરામાં પહેરવો.
- સાતમાં સ્થાને કાળસર્પ યોગ હોય તો છમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ એક ચળકતાં કે સફેદ દોરામાં રાત્રીના સમયે પહેરવો જોઇએ.
- આઠમાં સ્થાને કાળસર્પ યોગ થાય તો નવમુખી રુદ્રાક્ષ ધારણ કરવો.
- નવમાં સ્થાને કાળસર્પ યોગ હોય તો ગુરુવારના દિવસે બપોરે પીળા દોરામાં પાંચમુખી અને નવમુખી રુદ્રાક્ષ પહેરવો જોઇએ.
- દશમાં સ્થાને કાળસર્પ યોગ હોય તો બુધવારના દિવસે સંધ્યા કાળે ચારમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ લીલા રંગના દોરામાં નાખી ધારણ કરવો.
- અગિયારમાં સ્થાને જો કાળસર્પ યોગ હોય તો એક પીળા દોરામાં દશમુખી, ત્રીમુખી, ચારમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઇએ.
- જો બારમાં સ્થાને કાળસર્પ યોગ હોય તો શનિવારના દિવસે સાંજે સાતમુખી, આઠમુખી, અને નવમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં નાખી ગળામાં ધારણ કરવો.
રુદ્રાક્ષને ધારણ કરવા માટે પહેલા પૂજા કરાવવાનું વિધાન છે. કાળસર્પ દોષ શાંતિની પૂજાની પછી આ રુદ્રાક્ષ ધારણ કરવાથી કાળસર્પ યોગવાળાના જીવનમાંથી કાળસર્પ યોગનો પ્રભાવ ઓછો થઇ જશે. આ દોષવાળા જાતક અદભુત માનસિક શાંતિ અને સુખનો અનુભવ કરી શકશે.
-જ્યોતિષાચાર્ય, તુષાર જોષી