Mumbai Indians: શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની નિમણૂક કરવામાં આવી ત્યારથી, રોહિત શર્મા શેરીઓથી લઈને સોશિયલ મીડિયા સુધી ટોક ઓફ ધ ટાઉન છે. આ નિર્ણય બાદ દરેક ભારતીય કેપ્ટન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે, જ્યારે રોહિતે પોતે આ નિર્ણય પર મૌન સેવ્યું છે  પરંતુ આ નિર્ણય પછી તેની પત્ની રિતિકા સજદેહની પ્રથમ પ્રતિક્રિયા ચોક્કસપણે સામે આવી છે, જેમને  એક રહસ્યમય પ્રતિક્રિયા આપી છે. લોકો આ પ્રતિક્રિયાના પોતાના અર્થઘટન કરી રહ્યા છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે રોહિત માટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું ત્યારે રિતિકાએ પણ 'ચેન્નઈ કલર્સ'માં કોમેન્ટ કરી.


સુપર કિંગ્સે પોસ્ટ કર્યું, 2013-2023: જુઝારૂ  પડકારનો દાયકા! રોહિત માટે ખૂબ આદર! જ્યારે ચેન્નાઈએ મુંબઈના પૂર્વ કેપ્ટનના સન્માનમાં આ પોસ્ટ કરી તો રિતિકા પણ પોતાનો પ્રતિભાવ આપતા ખુદને રોકીના શકી. જવાબમાં રિતિકાએ ચેન્નાઈના પીળા કલરમાં હાર્ટ ઈમોજી પોસ્ટ કરી હતી. હવે આ પીળા રંગનો  અર્થ શું છે  તે  તો આવનારા સમયમાં જ બતાવશે.







                                 


IPL 2024 સીઝનમાં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રહેશે. રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માએ 11 સીઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી હતી. IPL 2013ની સિઝનમાં રોહિત શર્માને પ્રથમ વખત કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 આઈપીએલ ટાઈટલ જીત્યા હતા. પરંતુ શું રોહિત શર્માની ઈચ્છા વિરુદ્ધ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો? હવે રોહિત શર્માનું આગળનું પગલું શું હશે?                        


શું  રોહિત શર્મા IPLમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે કે પછી કોઈ અન્ય રસ્તો અપનાવશે? સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ માને છે કે રોહિત શર્મા આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી શકે છે. એટલે કે તે મુંબઈ ઈન્ડિયન્સ છોડી દેશે. જો કે, આ દાવામાં કેટલી સત્યતા છે તે અંગે હાલમાં સત્તાવાર રીતે કહેવામાં આવ્યું નથી. પરંતુ સોશિયલ મીડિયા પર અટકળો ચાલુ છે.