Astrology:ભૌતિકવાદી દુનિયામાં ધનને જ દેવતા માની પૂજાય છે.  દરેક વ્યક્તિ થોડા સમયમાં જ ધન મેળવીને ધનાઢ્ય થઇ જવાની ઇચ્છા ધરાવે છે. તેના માટે લોકો અને પ્રકારના રસ્તાઓ પણ અપનાવે છે. તેમાંથી કેટલાક ઉચિત હોય છે તો કેટલાક અનુચિત હોય છે. ઘનની લાલશામાં વ્યક્તિ એ જાણવા ઉત્સુક હોય છે કે, તેને ક્યારે અને કેવી રીતે ધન લાભ થશે.  જ્યોતિષશાસ્ત્રમાં એ સામર્થ્ય છે કે, આપના જીવનમાં થનાર ધનલક્ષ્મીના આગમનની સંકેત આપી શકે છે.


 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવા અનેક સંકેત છે. જે  ઘરમાં ધન આવતા પહેલા મળે છે. જો કે જાણકારીના અભાવના કારણે આપણે તે ઓળખી નથી શકતા. જ્યોતિષ અનુસાર  જે શુભ સંકેત મળે  તેનાથી તે પણ જાણ થઇ જાય છે કે, ઘરમાં લક્ષ્મીજીનું આગમન થવાનું છે.


બધું જ મળીને આપ તેને સારા સમયનો સંકેત પણ માની શકો છો. જો કે આ સારા સંકેતને સરળતાથી ઓળખી શકતા નથી. જ્યોતિષ અનુસાર ઘરમાં લક્ષ્મીના આગમન પહેલા થોડા જે સંકેત મળે છે તે આ પ્રકારના હોય છે.


જો ઘરમાં કાળા રંગની કીડીઓનું ઝુંડ અચાનક જ જોવા મળે તો તેને શુભ સંકેત મનાય છે. જ્યોતિષ અનુસાર આ કાળા કીડીઓનું ઝુંડ ધનલાભ સૂચવે છે.


જો આપને ઘરની બહાર ઘૂવડ દેખાય અને લાંબા સમય સુધી આપના ઘરની નજીક આ રીતે ઘુવડ જોવા મળે તો તે પણ લક્ષ્મીના આગમના જ સંકેત છે. ટૂંક સમયમાં આપને થનાર ધનલાભને સૂચવે છે.


જો ઘરમાં કોઇ પણ જગ્યાએ ચકલી માળો બનાવે તો તે પણ શુભ સંકેત છે. ઘરમાં ચકલીના માળાનો અર્થ છે કે, બહુ જલ્દી ઘરમાં લક્ષ્મીજીનું આગમન થવાનું છે.


આ સિવાય સપનામાં પ્રગટાવેલો દીપક દેખાય તો તે પણ ધન આગમનના સંકેત આપે છે. ઉપરાંત શંખ, સાંપ,ગરોળી,નોળિયો, ગુલાબ દેખાવું પણ શુભ સંકેત મનાય છે.  


 Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, દવા, ઉપાય, અને સૂચનોની abp અસ્મિતા પુસ્ટી કરતું નથી. તમામ ઉપાય, પદ્ધતિ કે દવાને  અનુસરતા પહેલા, ડૉક્ટર તેમજ જે તે વિષયના સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.