Biparjoy Cyclone Updates: અરબી સમુદ્રમાં સક્રિય ખતરનાક વાવાઝોડું આવતીકાલે ત્રાટકે તેવી સંભાવના છે. જેના પગલે મુસાફરોની સલામતી માટે પશ્ચિમ રેલવેએ 69 ટ્રેન કેન્સલ કરી છે. જ્યારે 32 રૂટ ટુંકાવ્યા છે. જ્યારે 26 ટ્રેન શોર્ટ ઓરજીનિટેટ કરી છે. આજે ગાંધીધામ-પુરી સુપર ફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદથી ઉપડશે. જ્યારે અમદાવાદ-ગાંધીધામ વચ્ચે આ રેલનો વ્યવહાર બંધ રહેશે. 12 જૂનના ઉપડનારી ભાગલપુર-ગાંધીધામ સ્પેશલ ધ્રાંગધ્રા, પુરી-ગાંધીધામ અમદાવાદ, માતા વૈષ્ણોદેવી કટારા-હાપા સર્વોદય એક્સપ્રેસ હવે હાપા સુધી જ દોડશે.
તો દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતથી વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લામાં દોડતી એસટી બસો પણ ત્રણ દિવસ માટે કેન્સલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર જતી 350થી વધુ બસ રદ કરાઈ છે. જ્યારે 60 બસના રૂટ ટૂંકાવાયા છે. જામનગર, અમરેલી, કચ્છ, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર જતી બસના રૂટ ટૂંકાવાયા છે. સોમનાથ, મહુવા, દીવ, પોરબંદર, વેરાવળ જતી એસટી બસો પણ રદ કરવામાં આવી છે.
હવામાન વિભાગનું લેટેસ્ટ બુલેટીન જાહેર
આજે સવારે હવામાન વિભાગે લેટેસ્ટ બુલેટીન જાહેર કર્યું છે, જે અનુસાર બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. કચ્છના જખૌ પોર્ટથી દક્ષિણ પશ્ચિમમાં 290 કિ.મી દૂર છે વાવાઝોડું. દેવભૂમિ દ્વારકાથી પશ્ચિમ - દક્ષિણપશ્ચિમમાં 300 કિ.મી દુર છે તો કચ્છના નલિયાથી પશ્ચિમ - દક્ષિણપશ્ચિમમાં 310 કિ.મી દૂર છે, પોરબંદરથી પશ્ચિમમાં 350 કિ.મી દુર છે તો પાકિસ્તાનના કરાંચીથી દક્ષિણ પશ્ચિમ તરફ 370 કિ.મી દૂર છે વાવાઝોડુ.
ભારે વરસાદની ચેતવણી:
14મી જૂને સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
થોડા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે વરસાદની તીવ્રતા વધશે અને કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે અને પોરબંદર, રાજકોટ, મોરબી અને કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે. 15મી જૂનના રોજ ગુજરાતના જૂનાગઢ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાત પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
16મી જૂને ઉત્તર ગુજરાત અને તેની નજીકના દક્ષિણ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ.
પવનની ચેતવણી:
ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર: 150-160 કિમી પ્રતિ કલાકની ઝડપે 180 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચતા ગેલ પવન 15મીએ સવારથી સાંજ દરમિયાન 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે ઘટીને 150 કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે. તે ક્રમશઃ વધુ નબળું પડશે અને ત્યારબાદ 16મી સવારે 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચશે.
પૂર્વમધ્ય અરબી સમુદ્ર: 130-150 કિમી પ્રતિ કલાકની ઝડપે 165 કિમી પ્રતિ કલાક સુધી પહોંચતા ગેલ પવનની ગતિ 14મી સવારે 90-100 કિમી પ્રતિ કલાકથી ઘટીને 14મી સવારે 110 કિમી પ્રતિ કલાક અને 16મી સવારે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે 60 કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે.