Persistent Fever: સતત હળવો તાવ અને પગમાં દુખાવો થતો હોય તો આ ગંભીર બીમારીના સંકેત હોઇ શકે છે. આ લક્ષણો જણાય તો નિદાન કરાવવું  જરૂરી છે.


શિયાળાની શરૂઆત થઇ રહી છે. કફ કોલ્ડ, ફિવર આ તમામ સિઝનલ બીમારીના સંકેત છે પરંતુ ઘણીવાર જો લાંબો સમય આ સમસ્યા રહે તો એક ટીબીના પણ સંકેત હોઇ શકે છે. કેટલીક વખત લોકો તેને હળવાશથી લે છએ અને પેરાસોટોમોલ લઇને સંતોષ માની લે છે. જો હળવું તાપમાન અને પગમાં દુખાવો, ખાંસી બે સપ્તાહથી વધુ હોય તો તેનું નિદાન કરીને ઇલાજ કરવો જરૂરી છે.


હળવો તાવ


શરીરનું તાપમાન 99 થી 101 સુધી રહે છે અને શરીરમાં ખાસ કરીને પગમાં દુખાવો થાય છે. તાવ દરરોજ દિવસના કોઈપણ સમયે આવી જાય  છે અને પેરાસિટામોલની ગોળી લેવાથી જતો રહે છે, પરંતુ આ ઘણા દિવસો સુધી થતું રહે છે અને ણ 10 થી 14 દિવસ સુધી સતત આવો લો ગ્રેડ  ફીવર  હોય તો તેની તપાસ કરવી જોઈએ. જાણો આ સ્થિતિમાં ક્યા રોગોનું જોખમ હોઈ શકે છે.


સામાન્ય શરદી અથવા કોવિડ જેવા વાયરલ ચેપ


લો ગ્રેડ ફીવર સૌથી સામાન્ય કારણોમાંનું એક વાયરલ ચેપ હોઈ શકે છે. જો કે, તે થોડા દિવસોમાં સમાપ્ત થઈ જાય છે અને માત્ર પેરાસિટામોલ જ રાહત આપે છે. આમાં તમને અન્ય લક્ષણો પણ હોઈ શકે છે જેમ કે વહેતું નાક, ગળામાં ચેપ, છીંક આવવી, ભૂખ ન લાગવી.


ન્યુમોનિયા


લો ગ્રેડ ફીવર પાછળનું બીજું કારણ વાયરલ ન્યુમોનિયા હોઈ શકે છે. આમાં, વ્યક્તિને તાવ સાથે શરદી અને ખાંસી થઈ શકે છે અને તે બે થી ત્રણ અઠવાડિયા સુધી રહી શકે છે. આમાં, દર્દીને મુખ્યત્વે પેરાસિટામોલ ખાવા અને આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. જો આ પછી પણ તે ઠીક ન થાય, તો ડૉક્ટરની સલાહથી તેની તપાસ કરાવો.


UTI હોઈ શકે છે


ઘણી વખત યુટીઆઈમાં અન્ય કોઈ લક્ષણો નથી, જો તાવ સાથે ઠંડીનો પણ અનુભવ થતો હોય તો  યુરિનમાં ઇન્ફેકશનની સમસ્યા પણ હોઇ શકે છે. આ સ્થિતિમાં યુરિન વખતે  દુખાવો અને બળતરાની ફરિયાદ રહે છે.  આવા કોઈપણ લક્ષણોના કિસ્સામાં, તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો અને સમયસર સારવાર શરૂ કરો.


ટીબી કારણ હોઈ શકે છે


સામાન્ય તાવ અને ખાંસી મુખ્યત્વે  ટીબીના સંકેત પણ આપે છે. જેમાં હળવો તાવ ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી રહે છે. આમાં, દર્દીને ભૂખ ન લાગવી, ઉધરસ, ઉધરસમાં લોહી, વજન ઘટવું, રાત્રે પરસેવો આવવા જેવા ઘણા લક્ષણો હોઈ શકે છે. આ માટે પણ ડોક્ટરની સલાહ લઈને તપાસ કરાવ્યા બાદ સારવાર શરૂ કરવી જોઈએ. જો તમને આવા લક્ષણો હોય, તો વિલંબ કર્યા વિના  ડૉક્ટરનો સંપર્ક કરો.


આ ઉપરાંત, લો ગ્રેડ તાવના ઘણા કારણો છે. આ માટે  સમયસર ડૉક્ટર પાસે જઈને યોગ્ય નિદાન કરાવવું હિતાવહ છે.  ક્યારેક નાની લાગતી આ સમસ્યા મોટી સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી શકે છે.