Ganga Dussehra 2023: આ વર્ષે ગંગા દશેરા 30 મે 2023, મંગળવારના રોજ આવી રહી છે. ગંગા દશેરાના દિવસે સ્નાનનું  વિશેષ મહત્વ છે. જાણીએ આજના દિવસના ઉપાય


જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દશમી તિથિએ ગંગા દશેરાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આજના દિવસ ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે, આજના દિવસે ગંગામાં  ડૂબકી મારવાથી દસ પાપોમાંથી મુક્ત મળે છે અને જીવનના કષ્ટો પણ દૂર થાય છે.  આ ઉપરાંત શનિની સાડાસાત દશા, કાલસર્પ યોગ, મંગળ વગેરે ગ્રહોની પ્રતિકૂળ અસરને શાંત કરવા પણ આ દિવસ મહત્વનો છે.  માતા ગંગા પૃથ્વીને પાવન કરવા માટે આજના  આ શુભ દિવસે પૃથ્વી પર અવતર્યા હતા તેથી જ આ દિવસને ગંગા દશેરા તરીકે ઓળખવામાં આવે છે.


આ વર્ષે ગંગા દશેરા 30 મે 2023 મંગળવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે શુભ સમય બપોરે 12:19 થી 2 વાગ્યા સુધી છે. આ દિવસે વાસી,, સુનફા, રવિ અને સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યા છે. આ સાથે શુક્ર ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના ગોચર કારણે આ દિવસે ધનયોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ પાંચ યોગમાં ગંગામાં સ્નાન, પૂજા અને ગંગાના જળ સંબંધિત ઉપાય કરવાથી તમામ દુ:ખોનો નાશ થાય છે.


ગંગા દશેરાના દિવસે કેરી ખાવાનું અને કેરીનું દાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.


જો તમે ગંગા સ્નાનના દિવસે સ્નાન કરવા ન જઈ શકો તો ગંગાની તસવીર મૂકીને તેની ઘર પર જ પૂજા અર્ચન આરતી કરી શકો છો. .


ઘરની પ્રગતિ માટે ગંગા દશેરાના દિવસે તાંબાના વાસણમાં જળ, ગંગાજળ, રોલી, અક્ષત અને ઘઉંના કેટલાક દાણા મૂકો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવો.આ પછી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો.


રોગોથી છુટકારો મેળવવા માટે ગંગા દશેરાના દિવસે ગંગાજળને પાણીમાં ભેળવીને સ્નાન કરો અને પૂજા ખંડમાં 'વિષ નાશિનાય, જીવનાય નમોસ્તુ તે, તપ ત્રે સંહન્ત્રાય, પ્રણેશાય તે નમો નમઃ' મંત્રની 1 માળાનો જાપ કરો. મંત્રજાપ આપ  શિવ મંદિર કે ઘરે પણ કરી શકો છો


જો તમે તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દોષથી પરેશાન છો, તો શિવલિંગ પર ગંગાના જળથી અભિષેક કરો અને ગંગા સ્ત્રોતનો પાઠ કરો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.