Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે.  કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.

રો બનાની સબ્જી આપે ખાઘી હશે પરંતુ આજે  આપને રો બનાના વડાની સ્વાદિષ્ટ રેસીપી જણાવી રહ્યાં છે. આપ  રો બનાના વડા ઘરે પણ બનાવી શકો છો.  નવેય દિવસ આ ફૂડ આપને ગમે ત્યારે ગરમા ગરમ બનાવીને ખાઇ શકો છો.

 રો બનાના વડા બનાવવા માટેની સામગ્રી

  • 3 કાચા કેળા

  • 250 ગ્રામ કુટુનો લોટ

  • 2- ટેબલસ્પૂન કોથમીર

  • લીલુ મરચું

  • 1- ટેબલસ્પૂન – મગફળીના દાણા

  • 2 –બાફેલા બટાટા

  • તળવા માટે તેલ

  • સેંધા નમક સ્વાદનુસાર

 રો બનાના વડા બનાવવા રીત

સૌ પ્રથમ લીલા મરચા અને કોથમીરને સમારી લો, હલે કેળાંને બાફી લો અને બાદ મેસ કરી દો. બાફેલા બટાટાને મેશ કરીને તેમાં મગફળી, કોથમીર અને મરચું મિક્સ, સ્વાદ અનુસાર સેંધા નમક મિક્સ  કરો. હવે તેમાં બાફેલા કેળાં મિકસ કરો અને તેના વડા બનાવી દો. હવે કુટુના લોટનું બટર તૈયાર કરો, તેમાં વડા ઝબોળીને તેલમાં તળી લો. ગરમાગરમ વડા તૈયાર છે. આ વડાને આપે લીલી ચટણી સાથે સર્વ કરો  

Navratri recipe: નવરાત્રીના વ્રતમાં મજેદાર  ફરાળી ઇડલી કરો ટ્રાય, જાણો રેસિપી  

Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે.  કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.
તમે ઉપવાસ દરમિયાન સાબુદાણાની ખીચડી, વડા, ફરાળી ઢોસા સહિતની કેટલીક વાનગીઓ ખાધી હશે  પરંતુ આજે અમે તમને ફરાળી ઈડલી બનાવવાની સરળ રીત જણાવી રહ્યા છીએ. તેને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. જો તમે ઉપવાસમાં સાદું અને સ્વાદિષ્ટ ભોજન ખાવા માંગો છો, તો આ તમારા માટે સારો વિકલ્પ છે.

ફરાળી ઇડલી બનાવવા માટેની સામગ્રી 

  • 1-1 કપ સાંબો અને દહીં

  • સ્વાદ મુજબ રોક સોલ્ટ

  • 1 પેકેટ ફ્રૂટ સોલ્ટ 

  • નાળિયેરની ચટણી માટે

  • 4 ચમચી નારિયેળ (છીણેલું)

  • 2 લીલા મરચાં, ઝીણી સમારેલી કોથમીર

  • 3 ચમચી દહીં

  • 1 ચમચી તેલ

  • 1/4-1/4 ચમચી સરસવ, જીરું અને અડદની દાળ

ફરાળી ઇડલી બનાવવાની રીત 

  • સાંબાને સૌ પ્રથમ મિક્સરમાં પીસીને પાવડર બનાવો.

  • તેમાં દહીં અને પાણી મિક્સ કરીને ઘટ્ટ બેટર બનાવો અને તેને 15-20 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દો..

  • તેમાં મીઠું અને ફ્રુટ સોલ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  • બેટરને ગ્રીસ કરેલા મોલ્ડમાં રેડો અને તેને 15 મિનિટ વરાળમાં પકાવો.

  • ગરમાગરમ ઇડલી ચટણી સાથે સર્વ કરો.