Krishna Janmashtami 2022 Upay: આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાશિ પ્રમાણે કેટલાક ઉપાય કરવાથી ભગવાન દરેક મનોકામના પૂર્ણ કરે છે.


કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી 18 અને 19 ઓગસ્ટે ઉજવવામાં આવી રહી છે. બાળ ગોપાલની જન્મજયંતિને લઈને સર્વત્ર ઉત્સાહનો માહોલ છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પોતાની રાશિ પ્રમાણે કેટલાક ઉપાય કરવાથી ભગવાન દરેક મનોકામના પૂર્ણ કરે છે. આવો જાણીએ આ દિવસે કઈ રાશિએ કયા ઉપાય કરવા જોઈએ.


મેષઃ- મેષ રાશિના લોકોએ સુખ-સમૃદ્ધિ માટે જન્માષ્ટમીના દિવસે લાલ ચંદનથી ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ.


વૃષભઃ- આ રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને ગોપી ચંદન ચઢાવવું જોઈએ. તેનાથી બાળક સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.


મિથુનઃ- મિથુન રાશિના લોકોએ પોતાની આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણને તુલસી જળ અને મંજરી અર્પિત કરવી જોઈએ.


કર્કઃ- ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કર્ક રાશિના લોકોએ તેમને કાચા ગાયના દૂધનો અભિષેક કરવો જોઈએ.


સિંહઃ- સિંહ રાશિના લોકોએ ભગવાન શ્રીકૃષ્ણને ધાતુની વાંસળી અર્પણ કરવી જોઈએ. તેનાથી તમામ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે.


 કન્યા- રાશિના લોકોએ કૃષ્ણ જન્મોત્સવની પૂજા સમયે પંજીરી ચઢાવવી જોઈએ. તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે.


તુલાઃ- આ રાશિના લોકોએ પૂજા કર્યા પછી બાલ ગોપાલને માખણ મિશ્રી અર્પણ કરવી જોઈએ.આનાથી આપને  બિઝનેસમાં સફળતા મળશે.


વૃશ્ચિકઃ- વૃશ્ચિક રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને મધનો અભિષેક કરવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.


ધન - આ રાશિના લોકોએ પૂજામાં ભગવાન શ્રીકૃષ્ણને પીળા ફૂલ અને પિતાંબર અર્પણ કરવા જોઈએ. તેનાથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થશે.


મકરઃ- મકર રાશિના લોકોએ ભગવાન શ્રીકૃષ્ણને મોર પીંછા અર્પણ કરવી જોઈએ. તેનાથી તેમની કૃપા તમારા પર જળવાઈ રહેશે.


કુંભઃ- આ રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને ગંગા જળથી અભિષેક કરવો જોઈએ. આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.


મીન - મીન રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને  ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.