July Numerology 2026: અંકજ્યોતિષ મુજબ જુલાઈ 2026નો મહિનો ઘણા મૂળાંક ધરાવતા લોકો માટે નવા અવસર, ધનલાભ અને કારકિર્દીમાં સફળતા લઈને આવી શકે છે. બીજી તરફ કેટલાક લોકોને ખર્ચ, તણાવ અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. આ મૂળાંક ધરાવતા લોકોનું ભાગ્ય ચમકી શકે છે.
મૂળાંક 1
આ મહિને કારકિર્દીમાં નવી જવાબદારીઓ મળી શકે છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના યોગ છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે.
મૂળાંક 3
ભાગ્યનો સારો સાથ મળશે. શિક્ષણ, નોકરી અને સરકારી કાર્યોમાં સફળતા મળવાના યોગ છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને માન-સન્માનમાં વધારો થશે.
મૂળાંક 6જુલાઈ મહિનો પ્રેમ સંબંધો, વૈવાહિક જીવન અને આર્થિક બાબતો માટે શુભ માનવામાં આવે છે. ધનલાભના નવા અવસર મળી શકે છે. રોકાણમાંથી પણ લાભ થવાની સંભાવના છે.
મૂળાંક 9લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. કારકિર્દીમાં પ્રગતિ થશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થવાની શક્યતા છે. આત્મવિશ્વાસમાં વધારો થશે.
આ પણ વાંચો: Today's Horoscope: ગુરૂવાર શ્રવણ નક્ષત્રનો મહાસંયોગ, મકર, મીન સહિત આ રાશિને અપાવશે બંપર લાભ
આ મૂળાંક ધરાવતા લોકોએ રહેવું પડશે સાવધાન
મૂળાંક 2ભાવનાઓમાં વહેતા થઈને કોઈ મોટો નિર્ણય ન લો. ખર્ચ પર નિયંત્રણ રાખો અને કોઈપણ વ્યક્તિ પર આંખ મીંચીને વિશ્વાસ કરવાથી બચો.
મૂળાંક 4આ મહિનો મિશ્ર પરિણામો આપનાર રહેશે. મહેનત અનુસાર ફળ મળશે. નવી યોજનાઓ પર આગળ વધતા પહેલાં સારી રીતે વિચાર કરો.
મૂળાંક 5કામનું દબાણ વધી શકે છે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો નુકસાન પહોંચાડી શકે છે. વાહન ચલાવતી વખતે પણ ખાસ સાવધાની રાખો.
મૂળાંક 7માનસિક તણાવ અને ગૂંચવણ અનુભવાઈ શકે છે. ધીરજ રાખો અને વિવાદોથી દૂર રહો. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં સારી રીતે વિચાર-વિમર્શ કરો.
મૂળાંક 8ધન સંબંધિત બાબતોમાં સતર્કતા જરૂરી રહેશે. નોકરી અને વ્યવસાયમાં વધુ મહેનત કરવી પડી શકે છે. બિનજરૂરી ખર્ચથી દૂર રહો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
