Karwa Chauth 2022: કરવા ચોથનો દિવસ ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ વ્રત સુખી દામ્પત્ય જીવન માટે રાખવામાં આવે છે. જેમ કે દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેના દામ્પત્ય જીવનમાં હંમેશા ખુશીઓ વરસતી રહે. શકુન શાસ્ત્ર અનુસાર જો આ દિવસે આ ઘટના ઘટે તો  સમજી લેવું કે આવનારા દિવસોમાં આપનું દાંપત્ય જીવન સુખ સંપદાથી સભર રહેશે પતિ તરફથી આપને પ્રેમ અને સન્માન મળશે. જાણી કઇ ઘટના સુખદ દાંપત્ય જીવનના સંકેત આપે છે.


સવારે ગાયના દર્શન


કરવા ચોથના દિવસે જો તમે સવારે ગાય જુઓ છો અથવા તેનો અવાજ સાંભળો છો, તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં કંઈક શુભ થવાનું છે. તે વિવાહિત જીવનમાં અવરોધો દૂર થવાનો સંકેત પણ હોઈ શકે છે.


પક્ષી અને સફેદ ફૂલ


કરવા ચોથના દિવસે જો તમે તમારી આંખો ખોલ્યા પછી સુંદર પક્ષીઓ અથવા સફેદ ફૂલો જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમને તમારા પતિ તરફથી ઘણો પ્રેમ મળવાનો છે. પતિ આપની સુખ-સુવિધાઓનું સંપૂર્ણ ધ્યાન રાખશે.


લીલું ઘાસ


જો તમને કરવા ચોથના દિવસે સવારે લીલું ઘાસ દેખાય છે તો તેનો અર્થ એ છે કે, તમારા જીવનસાથી સાથેનો વિયોગ દૂર થશે, કુવારી કન્યાને આ ઘટના મનોવાંચ્છિત વરની પ્રાપ્તિના સંકેત આપે છે.


કરવા ચોથની સવારે નારિયેળ દેખાય છે


જો આપ  કરવા ચોથની સવારે નારિયેળ જુઓ છો, તો તે ખૂબ જ શુભ સંકેત છે. તેનો અર્થ એ પણ થઈ શકે છે કે મા લક્ષ્મીજીની કૃપા તમારા લગ્નજીવન પર વરસવા જઈ રહી છે. પતિની આવક વધી શકે છે. નવી ડીલ ફાઈનલ કરીને તમને લાભ મળી શકે છે.


Karwa Chauth 2022: આ વર્ષે કરવા ચોથ પર બની રહ્યો છે આ દુર્લભ યોગ, જાણો અહીં ચંદ્ર અસ્ત થવાનો શુભ સમય


Karwa Chauth 2022: 13 ઓક્ટોબર, ગુરુવારે કરવા ચોથનો પવિત્ર તહેવાર છે. આ દિવસે મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે વ્રત રાખે છે. આ વર્ષે કરવા ચોથના દિવસે અનેક દુર્લભ સંયોગો બની રહ્યા છે.


આ વખતે કરવા ચોથના વ્રતનો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે શરૂ થઈ રહ્યો છે. તેમજ આ દિવસે શુક્ર અને બુધ એક જ રાશિમાં કન્યા રાશિમાં રહેવાથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. સાથે જ બુધ અને સૂર્ય પણ એક જ રાશિમાં રહીને બુધાદિત્ય યોગ રચી રહ્યા છે. જ્યારે શનિ મકર રાશિમાં અને ગુરુ મીન રાશિમાં રહેશે. ઉપરાંત, ચંદ્ર તેની ઉચ્ચ રાશિ વૃષભમાં રહેશે. એકંદરે આ બધા ગ્રહો મળીને ખૂબ જ શુભ સ્થિતિઓ સર્જી રહ્યા છે. તેથી, આવી શુભ સ્થિતિમાં કરવામાં આવતી પૂજા પતિ-પત્ની માટે સૌભાગ્ય લાવશે.


કરવા ચોથ 2022 યોગ (કરવા ચોથ શુભ યોગ)


સિદ્ધિ યોગ - 12 ઓક્ટોબર, 2022, બપોરે 2:21 થી 13 ઓક્ટોબર, બપોરે 1:55 વાગ્યા સુધી









કૃતિકા નક્ષત્ર - 12:20 2022, સાંજે 5:10 થી 13 ઓક્ટોબર, સાંજે 6:41 સુધી


કરવા ચોથના વ્રતનો  સમય


આ વર્ષે, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 12 ઓક્ટોબરના રોજ બપોરે 1:59 વાગ્યાથી શરૂ થશે, જે 14 ઓક્ટોબરના રોજ સવારે 03:08 વાગ્યા સુધી ચાલુ રહેશે. તેથી, ઉદયતિથિ અનુસાર, આ વર્ષે કરવા ચોથનું વ્રત 13 ઓક્ટોબર, 2022 ના રોજ રાખવામાં આવશે.


કરવા ચોથ મુહૂર્ત



  • બ્રહ્મ મુહૂર્ત - 4:41 AM થી 5:31 PM

  • અભિજિત મુહૂર્ત - 11:44 AM થી 12:30 PM

  • વિજય મુહૂર્ત - બપોરે 2:03 PM થી 2:49 PM

  • સંધિકાળ મુહૂર્ત - 5:42 PM થી 06:06 PM

  • અમૃત કાલ - 4:08 PM થી 05:50 PM


સુખી લગ્નજીવન માટે કરવા ચોથના દિવસે ચંદ્રની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે, જ્યારે અપરિણીત યુવતીઓ  મનપસંદ  જીવનસાથી મેળવવા માટે આ વ્રત રાખે છે. આ દિવસે મા પાર્વતી, ભગવાન શિવ અને ગણેશની પણ પૂજા કરવામાં આવે છે.