Labh panchami:ગુજરાતી નવું વર્ષ દિવાળી બાદથી શરૂ થાય છે અને ત્યાર બાદ લાભ પંચમી અથવા સૌભાગ્ય પંચમી દ્વારા વેપારીઓ તેમના હિસાબ-કિતાબની પૂજા કરે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કારતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને લાભ અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. આ સૌભાગ્ય પંચમી અથવા લાભ પંચમી 9 નવેમ્બર 2021, મંગળવારના રોજ એટલે કે આજે છે.


દિવાળી બાદ આજે વેપારીઓ શુભ સંકલ્પ સાથે તેના વેપાર ઉદ્યોગની નવેસરથી શરૂઆત કરે છે.


લાભ પંચમી 2021 શુભ મુહૂર્ત


8 નવેમ્બરે બપોરે 3.16 વાગ્યાથી પંચમી તિથિનો પ્રારંભ થયો છે. પંચમી તિથિ 9 નવેમ્બરે 10:35 વાગ્યે સમાપ્ત થશે. પ્રથમ લાભ પંચમી, પૂજા મુહૂર્ત 06:39 થી 10:16 સુધી છે.


લાભ પંચમીનું મહત્વ


લાભ પંચમીને સૌભાગ્ય અથવા જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે નવો ધંધો શરૂ કરવો શુભ માનવામાં આવે છે. ગુજરાતમાં લાભ પંચમી એ નવા વર્ષનો પ્રથમ કાર્યકારી દિવસ છે, તેથી આ દિવસે વેપારીઓ હિસાબના ચોપડાની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી પાર્વતી અને ભગવાન શંકરની પૂજા કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.


લાભ પંચમી પૂજા પદ્ધતિ



  • આ દિવસે વહેલા ઉઠો અને સ્નાન વગેરે કરી પૂજન કરો.

  • આ પછી ભગવાન શિવ, માતા પાર્વતી અને શ્રી ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરો.

  •  હવે દેવી-દેવતાઓને ચંદન, રોલી, અક્ષત, દુર્વા અને દીવો વગેરે અર્પણ કરો.

  • માતા લક્ષ્મી અને ભગવાન ગણેશના મંત્રોનો જાપ કરો.

  • હવે ભગવાનને ભોગ ચઢાવો.

  • તમારી ક્ષમતા અનુસાર દાન કરો.


વેપારીઓ આજના દિવસે વિધિવત ગણેશ શિવ પાર્વતીની પૂજા કરીને શુભ મૂહૂર્તમાં દિવાળી બાદ નવા વર્ષમાં શુભ સંકલ્પ સાથે વેપાર ઉદ્યોગની શરૂઆત કરે છે.