શીઘ્ર વિવાહના ઉપાય: જો તમારા માતા-પિતા તમારા લગ્નને લઈને ચિંતિત છે, તો અમે અહીં કેટલીક એવી યુક્તિઓ જણાવી રહ્યા  જેને તમે અજમાવશો તો  લગ્નમાં આવતાં વિઘ્ન દૂર થશે અને શીધ્ર વિવાહના યોગ બનશે.


જ્યારે સંતાન લગ્ન કરવા યોગ્ય બને છે, ત્યારે માતાપિતા તેમના લગ્નની ચિંતા કરવા લાગે છે. ક્યારેક બધું બરાબર હોય તો પણ લગ્નમાં વિલંબ થાય છે.  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીકવાર કુંડળીમાં ખામીના કારણે લગ્નમાં મુશ્કેલી આવે છે. નબળા ગ્રહોને કારણે લગ્નજીવનમાં હંમેશા કેટલીક અડચણો આવે છે. આવી સ્થિતિમાં લગ્નમાં કોઈ અડચણો ન આવે તે માટે કેટલાક જ્યોતિષી ઉપાય છે.


શીઘ્ર વિવાહની જ્યોતિષી ટિપ્સ


ઉપાય -1


જ્યારે પણ લગ્નના પ્રસ્તાવ માટે જાવ ત્યારે જતી વખતે થોડો ગોળ ખાવો અને પાણી પીવો. તમને ઘણા ફાયદા જોવા મળશે.


ઉપાય-2


દરરોજ સવારે સ્નાન કર્યા પછી બ્રહ્મમુહૂર્તમાં ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા વખતે સૂર્યને જળ અર્પિત કરો.


ઉપાય - 3


જ્યારે દુલ્હન મહેંદી લગાવતી હોય ત્યારે તેની મહેંદીમાંથી પણ જો યુવતી મહેંદી લગાવે તો તેમના લગ્નનો માર્ગ પણ  જલદી ખુલ્લી જાય છે.


ઉપાય -4


જ્યારે પણ તમે સ્નાન કરો ત્યારે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરો. આ પ્રયોગ રોજ કરવાથી લગ્નના યોગ બને છે.


ઉપાય -5


ભગવાન શિવ અને પાર્વતીની એક સાથે પૂજા કરો. શિવલિંગ પર કુમકુમ સાથે કાચું દૂધ ચઢાવો.


ઉપાય- 6


તાંબાનો ચોરસ આકારનો ટુકડો લો અને તેને જમીનમાં દાટી દો. આમ કરવાથી સૂર્ય ગ્રહમાં આવનારી બાધાઓ દૂર થશે.


ઉપાય -7


ગુરુવારે બે લોટના પેડામાં થોડી હળદર લગાવો, તેની સાથે થોડો ગોળ અને ભીની ચણાની દાળ લઈને ગાયને અર્પણ કરો.


ઉપાય -8


જ્યાં પણ તમે  સૂતા હોવ, તે પલંગની નીચે લોખંડની કોઈ વસ્તુ કે કચરો ન રાખો. આ લગ્નમાં અવરોધ ઉભો કરે છે.


ઉપાય -9


સોમવારે 1200 ગ્રામ ચણાની દાળ અને દોઢ લિટર દૂધનું દાન કરો. દર સોમવારે  જ્યાં સુધી લગ્ન ન થઇ જાય ત્યાં સુધી આ  પ્રયોગ કરો.


ઉપાય-10


ભગવાન શિવની પૂજા કરો અને ભગવાન શિવના ફોટા અથવા મૂર્તિની સામે 15 નારિયેળ રાખો.આ મંત્રનો જાપ કરો. આ પછી મંદિરમાં આ નારિયેળ ચઢાવો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.