Sri Lanka Protest:  શ્રીલંકાની સ્થિતિ દિવસે ને દિવસે બદથી બદતર થઈ રહી છે. ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં પરિસ્થિતિ અત્યંત બેકાબૂ થઈ ગઈ છે. હજારો દેખાવકારોએ શનિવારે સવારે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજાપક્સેનું નિવાસ ઘેરી લીધું હતું અને તેના પર કબજો કરી લીધો હતો. શ્રીલંકા સંકટમાં હવે અમેરિકાની એન્ટ્રી થઇ ગઇ છે. અમેરિકાએ શ્રીલંકાના નેતાઓને આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવા વિનંતી કરી છે.


આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકામાં રાજકીય સંકટ ઉભું થયું ગયું છે. અમેરિકાએ રવિવારે શ્રીલંકાના નેતાઓને વિનંતી કરી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે દેશને સ્થિર કરવા માટે મોટા પગલા લે.  અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા એન્ટોની બ્લિન્કેનનું કહેવું છે કે શ્રીલંકાના લોકોએ પોતાના જ રાષ્ટ્રપતિને તેમના નિવાસસ્થાનેથી હાંકી કાઢ્યા છે, જ્યારે હવે જ્યારે તેઓ રાજીનામું આપવાની જાહેરાત કરશે, ત્યારે નવી સરકારે શ્રીલંકામાં લાંબા ગાળાનો ઉકેલ શોધવા માટે શક્ય તેટલી વહેલી તકે મોટા નિર્ણયો લેવા પડશે.




વિદેશ વિભાગના પ્રવક્તા એન્ટોની બ્લિન્કેને થાઇલેન્ડની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, શ્રીલંકાની નવી સરકારે રાજકીય કટોકટી જાહેર થાય અને પરિસ્થિતિ કાબૂ બહાર જાય તે પહેલાં તેના ઉકેલ શોધવા પડશે અને તેને ઝડપથી અમલમાં મૂકવા માટે કામ કરવું પડશે, જે દેશને શ્રીલંકામાં લાંબા સમય સુધી આર્થિક સ્થિરતા આપી શકે છે અને શ્રીલંકાના લોકોની અસંતોષને દૂર કરી શકે છે. કરી શકે છે.


શ્રીલંકામાં આર્થિક કંગાલિયતથી ત્રસ્ત થઈ ગયેલી જનતાએ શનિવારે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજાપક્સેના રાજીનામાની માગણી કરતાં તેમના નિવાસ પર કબજો કરી લીધો હતો. દેખાવકારો સરકાર વિરોધી, 'ગો ગોટબાયા' સહિતના સૂત્રોચ્ચાર કરતાં રાષ્ટ્રપતિ નિવાસમાં સ્વિમિંગ પૂલમાં  કૂદી પડયા હતા જ્યારે કેટલાકે રસોડામાં નાસ્તો કર્યો હતો. કેટલાક દેખાવકારો બેડરૂમમાં સૂઈ ગયા હતા. દેખાવકારોએ અહીં ભારે તોડફોડ પણ કરી હતી.