Lal Chandan Upay: જ્યોતિષમાં પણ લાલ ચંદનનું ખૂબ મહત્વ છે. જેની  મદદથી આપ  ઘણી વસ્તુઓ કરી શકો છો. લાલ ચંદનના ઉપાયથી અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.


હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન લાલ ચંદનનો ઉપયોગ તિલક તરીકે કરવામાં આવે છે. લાલ ચંદન રોજિંદા જીવનમાં અસ્વસ્થ મન અને દુ:ખનો ઉકેલ આપે છે. લાલ ચંદનની માળામાં દૈવી ઉર્જા શક્તિ હોય છે. તે  આપના  જીવનમાં લાંબા સમય સુધી ખુશી પ્રગટ કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપ  લાલ ચંદન વડે અનેક પ્રકારના ઉપાય પણ કરી શકો છો. આ જીવનની અનેક પરેશાનીઓને ને દૂર કરી શકો છો.


સુખ સમૃદ્ધિ મેળવવા માટે
શુક્રવારના દિવસે વિધિ વિધાનથી માતા લક્ષ્મીની પૂજા કરો,લાલ ચંદન કરો,તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનું વરદાન આપે છે.


જીવનની પરેશાનીની મુક્તિ માટે
લાલ ચંદનની માળાથી મા કાળીના સિદ્ધ મંત્રોના જાપ કરો. આવું કરવાથી જીવનની બધી જ સમસ્યાઓ દૂર થાય છે. જીવનમાં ખુશી મળે છે.


વેપારની ઉન્નતિ માટે
મંગળવારના દિવસે પીપળના 11 પાન લો અને તેને સાફ કરી દો બાદ તેમાં લાલા ચંદનથી શ્રી રામ લાખો.આ પાનની માળા બનાવી લો અને હનુમાનજીને અર્પણ કરો. આવું કરવાથી બિઝનેસમાં પ્રગતિ થાય છે.


ધન પ્રાપ્તિ માટે
કેટલીક વખત અથાક પ્રયાસ બાદ પણ ધનપ્રાપ્તિ થતી નથી. આવી સ્થિતિમાં લાલ ગુબાલના ફુલ સાથે કુમકુમ અને લાલ ચંદન એક રૂમાલમાં બાંધી દો અને તેને 6 મહિના બાદ બદલતા રહો. આ સ્થિતિમાં ધન પ્રાપ્તિ થશે.


વેપારમાં મુશ્કેલી દૂર કરવા માટે
જો આપને વેપારમાં સફળતા ન મળતી હોય તો ગુરૂવારે લાલા ચંદનમાં ગંગાજળ અને  હળદર મિક્સ કરો અને તેને દુકાનના દ્વારા પર છંટકાવ કરો. ઘરના મુખ્ય દ્રારા પર રોજ સ્વતિર બનાવો અને ધૂપ દીપ ફુલથી ઉંબરાનું પૂજન કરો.આવું કરવાથી વેપારમાં આવતી પરેશાની દૂર થશે.


Disclaimerઅહીં આપેલી માહિતી માત્ર કેટલીક માહિતી અને જાણકારી પર આઘારિત છે. Abp અસ્મિતા તેની પુષ્ટી કરતું નથી. આ પદ્ધતિ કે ટિપ્સને અનુસરતા પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.