Diwali 2024: ગુજરાતી કેલેન્ડરમાં દિવાળી વર્ષનો છેલ્લો દિવસ અને છેલ્લે તહેવાર ગણાય છે, આ પછી ગુજરાતીઓ પોતાના નવા વર્ષની ઉજવણી કરે છે. ગુજરાતમાં વિક્રમ સંવત આ દિવસથી શરૂ થાય છે. પરંતુ ખાસ વાત છે કે, દિવાળીના આ તહેવારોમાં લક્ષ્મીની વિશેષ કૃપા અને આશીર્વાદ મેળવવા કેટલીક વસ્તુઓને ખુબ માનવમાં અને કરવામાં આવે છે. દિવાળીની રાત્રે લોકો દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે. પરંતુ જો તમે આ રાત્રે તેમને જુઓ તો સમજી લો કે દેવી લક્ષ્મી સ્વયં તમને આશીર્વાદ આપવા આવ્યા છે.
31 ઓક્ટોબરે છે દિવાળીનો તહેવાર -
વર્ષ 2024માં દિવાળીનો તહેવાર 31મી ઓક્ટોબરે આવી રહ્યો છે. દિવાળીનો દિવસ ખૂબ જ શુભ છે. ઘણી એવી વસ્તુઓ છે જેનું આ દિવસે દેખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ ચાર જીવ-જંતુઓ છે શુભનું પ્રતિક -
ગરોળી -
જો તમે દિવાળીના દિવસે ઘરમાં ગરોળી જુઓ છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવનારા દિવસોમાં પૈસાની કમી નહીં રહે.
છછુંદર -
આ ઉપરાંત દિવાળીના દિવસે છછુંદરનું દર્શન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. છછુંદરને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. એટલા માટે જો તમને દિવાળીના દિવસે છછુંદર દેખાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરે તમારા આશીર્વાદ આપવા આવી છે.
ઘુવડ -
જો તમે દિવાળીની રાત્રે ઘુવડ જુઓ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન પણ માનવામાં આવે છે. દિવાળીની રાત્રે ઘુવડ જોવાનો અર્થ છે કે દેવી લક્ષ્મી તમારા ઘરે આવવાની છે.
એટલા માટે જો તમે દિવાળીના દિવસે ગરોળી, ઘુવડ અથવા છછુંદર જુઓ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ઓક્ટોબર ગ્રહ ગોચર 2024 (October Grah Gochar 2024)
તારીખ | દિવસ | ગોચર (રાશિ પરિવર્તન) |
10 ઓક્ટોબર 2024 | ગુરુવાર | બુધનું તુલા રાશિમાં ગૌચર |
13 ઓક્ટોબર 2024 | રવિવાર | શુક્રનું વૃશ્રિક રાશિમાં ગોચર |
17 ઓક્ટોબર 2024 | ગુરુવાર | સૂર્યનું તુલા રાશિમાં ગોચર |
20 ઓક્ટોબર 2024 | રવિવાર | મંગળનું કર્ક રાશિમાં ગોચર |
29 ઓક્ટોબર 2024 | મંગળવાર | બુધનું વૃશ્રિક રાશિમાં ગોચર |
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચો
Dhanteras Upay: આજે ધનતેરસના અવસરે કરી લો આ પાંચમાંથી એક ઉપાય, સુખ સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ