Weight Loss Myths vs Facts: મોટાભાગના લોકો વધતા વજનને કારણે ચિંતિત રહે છે. લોકો વજન ઘટાડવા માટે બધું જ કરે છે, પરંતુ સખત મહેનત કર્યા પછી માત્ર થોડો ફેરફાર જોવા મળે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરીને વજન ઘટાડે છે, જ્યારે કેટલાક લોકો દિવસમાં કલાકો સુધી પરસેવો પાડે છે. ઘણા લોકો ઘણા દિવસો સુધી વોટર ફાસ્ટિંગ કરીને પણ ઝડપથી વજન ઘટાડે છે. લોકોનું માનવું છે કે વધુ પાણી પીવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
પાણી જીવન માટે ખૂબ જ જરૂરી કહેવાય છે. પૂરતું પાણી પીવું પણ સ્વાસ્થ્ય માટે મહત્વનું કહેવાય છે. એવું કહેવાય છે કે યોગ્ય માત્રામાં પાણી પીવાથી વજન ઘટાડી શકાય છે (water for weight loss). ઘણી જગ્યાએ એવું કહેવાય છે કે ગરમ પાણી પીવાથી તમે વજન ઘટાડી શકો છો. પણ શું આ ખરેખર સાચું છે કે ભ્રમ? ચાલો આજે જાણીએ પાણી સંબંધિત કેટલીક માન્યતાઓ અને તેનું સત્ય.
Myth: શું પાણી પીવાથી તમારું વજન ઓછું થશે?
Facts: જો એવું કહેવામાં આવે છે કે પાણી પીવાથી વજન ઘટે છે તો આમાં કોઈ સત્ય નથી. માત્ર પાણી પીવાથી વજન ઘટાડી શકાતું નથી પરંતુ શરીરમાં અન્ય ખામીઓ પણ ઊભી થઈ શકે છે. પાણી પીવાથી વજન ઓછું થતું નથી, પરંતુ જો હૂંફાળા પાણીમાં અમુક જડીબુટ્ટીઓ અને મસાલા ભેળવવામાં આવે તો વજન ઓછું કરી શકાય છે. જેમ કે વરિયાળી, અજવાઇન, મધ, હળદર વગેરે.
Myth: વધુ પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે?
Fact: આ સાચું નથી. પાણી પીવું સારું છે પરંતુ મર્યાદા કરતા વધુ પાણી પીવું સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે આનાથી શરીરમાં સોડિયમનું સ્તર ઘટી શકે છે અને વોટર રિર્ટેશનની સમસ્યા પણ થઈ શકે છે.
Myth: વજન ઘટાડવા માટે ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી પીવું જરૂરી છે.
Fact: આમાં થોડું સત્ય છે. શરીરને યોગ્ય રીતે હાઇડ્રેટ રાખવા માટે છ ગ્લાસ પાણી જરૂરી કહેવાય છે. કેટલાક લોકો આઠ ગ્લાસ પાણી પણ પીવે છે કારણ કે તે શરીર પર નિર્ભર કરે છે.
Myth: પાણી ભૂખ મારી નાખે છે
Fact: પાણીનું નેચર જ છે ભરવાનું છે. વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો જમતા પહેલા પાણી પીવે છે. જેના કારણે તેમના શરીરમાં જતા ખોરાકનો ભાગ ઓછો થઈ જાય છે. વજન ઘટાડવા અને ભૂખને કાબૂમાં રાખવા માટે જમવાના અડધા કલાક પહેલા પાણી પીવું ફાયદાકારક છે.
હાઇડ્રેશન માટે પાણી જરૂરી છે
સામાન્ય રીતે લોકો માને છે કે શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી જરૂરી છે. પરંતુ તે પાણી પર પણ આધાર રાખે છે. આપણે કેવું પાણી પીએ છીએ, કેટલું ફાયદાકારક છે? જો તમે એક ગ્લાસ પાણી પીવાના બદલે તરબૂચ ખાઇ લો તો પણ તમારું શરીર હાઇડ્રેટ થઈ જશે. એ જ રીતે સલાડ, કાકડી, ટામેટા વગેરે વસ્તુઓમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. આ ખાવાથી તમે તમારા શરીરમાં પાણીની જરૂરિયાત પણ પૂરી કરી શકો છો.