Maha Navami: નવરાત્રીના નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. સિદ્ધિદાત્રી દેવી નામનો અર્થ થાય છે સિદ્ધિ આપનારી દેવી. મહાનવમીના દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. આ દિવસે હવન અને કન્યા પૂજા સાથે પવિત્ર નવરાત્રી સમાપ્ત થાય છે. નવરાત્રીમાં મહાનવમીના દિવસનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે મા દુર્ગાની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તમામ કષ્ટો દૂર થાય છે. માતા તેના ભક્તોને આશીર્વાદ આપે છે. આ દિવસે કરવામાં આવતી કેટલીક ભૂલોના કારણે માતાજી ગુસ્સે થાય છે. આવો જાણીએ મહાનવમીના દિવસે કઈ ભૂલોથી બચવું જોઈએ.


નવમીના દિવસે ન કરો આ ભૂલો


મહાનવમીના દિવસે લાંબા સમય સુધી ઊંઘવું જોઇએ નહીં. આ દિવસે સવારે વહેલા સ્નાન કરીને માતાજીનો પાઠ કરો. જો તમે વ્રત ન રાખ્યું હોય તો પણ વહેલા સ્નાન કરીને પૂજા કરવી જોઈએ. મહાનવમી પર કાળા રંગના વસ્ત્રો ન પહેરવા. આ દિવસે જાંબલી રંગના કપડા પહેરો, તે શુભ હોય છે. આ રંગ મા સિદ્ધિદાત્રીને પ્રિય છે. તેથી આ રંગના વસ્ત્રો પહેરીને માતાજીની પૂજા કરો.


 મા સિદ્ધિદાત્રીની પૂજા તન અને મનથી કરવી જોઈએ. દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ પૂર્ણ ભક્તિ સાથે કરો. આ દરમિયાન મન સંપૂર્ણ રીતે કેન્દ્રિત હોવું જોઈએ. પૂજા દરમિયાન કોઈની સાથે વાત ન કરવી. મહાનવમીના દિવસે હવન-પૂજા અવશ્ય કરો. તેના વિના નવરાત્રીની પૂજા અધૂરી માનવામાં આવે છે. હવન દરમિયાન હવનની સામગ્રી કુંડની બહાર ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું.


નવમીના દિવસે કોઈ નવું કામ કરવાની મનાઈ છે. માન્યતાઓ અનુસાર નવમી એ ખાલી તિથિ છે. મતલબ કે આ દિવસે કરેલા કાર્યમાં સફળતા મળતી નથી. જો અષ્ટમીના દિવસે વ્રત રાખવામાં આવે તો મહાનવમીના દિવસે કન્યાનું પૂજન કરીને તેમને વિદાય કર્યા પછી જ વિધિવત ઉપવાસ તોડવો. તેનાથી માતાજીના આશીર્વાદ મળે છે. નવમી પર ગોળનું સેવન ન કરવું જોઈએ. જો અષ્ટમીના દિવસે વ્રત રાખવામાં આવે તો મહાનવમીના દિવસે ખીર પુરી અને ચણાથી વ્રત તોડવું જોઈએ.


Navratri 2022 Ashtami Puja: નવરાત્રીમાં મહા અષ્ટમીની પૂજાનું જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને શુભ રંગ