Mohini Ekadashi 2022: હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ છે. આ એકાદશીઓમાં વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું. આથી આ એકાદશીને મોહિની એકાદશી નામ આપવામાં આવ્યું. મોહિની એકાદશી પર ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી અને સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ પ્રકારના પાપ અને દુ:ખ દૂર થાય છે. આ દિવસે મોહિની એકાદશીનું વ્રત કરવાથી કે સાંભળવાથી એક હજાર ગાયનું દાન કરવા જેટલું પુણ્ય મળે છે.
મોહિની એકાદશી વ્રત 2022- શુભ મુહૂર્ત
મોહિની એકાદશી તિથિ 11 મે, બુધવારે સાંજે 7.31 વાગ્યે શરૂ થઈ હતી, જે ગુરુવાર, 12 મે, સાંજે 6.51 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર મોહિની એકાદશી 12મી મેના રોજ રાખવામાં આવશે.
મોહિની એકાદશી વ્રત 2022 - પારણ સમય
જેઓ આજે એટલે કે 12મી મેના રોજ મોહિની એકાદશીનું વ્રત રાખી રહ્યા છે. તેઓએ 13 મે, શુક્રવારે સૂર્યોદય પછી ઉપવાસ તોડવો જોઈએ. મોહિની એકાદશી વ્રત 2022 પારણ સમય સવારે 5.32 થી 8.14 સુધી શરૂ થશે. પંચાંગ અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ 13 મેના રોજ સાંજે 5:42 કલાકે સમાપ્ત થશે.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.