મુંબઇઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં બુધવારે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે એક વિચિત્ર ઘટના બની હતી. વાસ્તવમાં દિલ્હીનો ઓપનર ડેવિડ વોર્નર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે બોલ સ્ટમ્પ સાથે અથડાયો અને સ્ટમ્પની લાઇટ પણ ચાલુ થઇ હતી પરંતુ તેને આઉટ આપવામાં આવ્યો નહોતો. વાસ્તવમાં બોલ સ્ટમ્પ સાથે અડ્યા બાદ બેઇલ પડવી જોઇએ પરંતુ બેઇલ ના પડતા વોર્નરને આઉટ અપાયો નહોતો.
વાસ્તવમાં દિલ્હી કેપિટલ્સની ઇનિંગ દરમિયાન નવમી ઓવરમાં જ્યારે યુઝવેન્દ્ર ચહલ રાજસ્થાન તરફથી બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ઓવરનો છેલ્લો બોલ વોર્નર ચૂકી જતા સીધો સ્ટમ્પ સાથે અથડાયો હતો. બોલ અથડાતા સ્ટમ્પની લાઇટ પર ચાલુ થઇ ગઇ હતી પરંતુ બેઇલ નીચે ના પડતા વોર્નરને જીવનદાન મળ્યું હતું. આ ઘટના બાદ ડેવિડ વોર્નર અને ચહલ પણ હસી પડ્યો હતો.
નોંધનીય છે કે ક્રિકેટમાં ઘણી વખત એવું જોવા મળ્યું છે કે, જ્યારે બોલ સ્ટમ્પ સાથે અથડાય છે પરંતુ બેઈલ નથી પડતા. જોકે, નિયમ મુજબ બેઇલ જમીન પર પડવા જોઇએ. જો એમ ના થાય તો બેટ્સમેનને આઉટ આપવામાં આવતો નથી.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સનો 8 વિકેટે વિજય થયો હતો. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 160 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી તરફથી મિશેલ માર્શે 89 અને ડેવિડ વોર્નરે 52 રન બનાવ્યા હતા.
Vastu Tips: ઘરમાં સાત ઘોડાની આવી તસવીર લગાવવાથી થઈ જશો કંગાળ, એક-એક પૈસા માટે તરસશો
ચેન્નાઇ સુપર કિંગ્સને લાગી શકે છે મોટો ઝટકો, આ ઓલરાઉન્ડર IPL 2022માંથી થશે બહાર, જાણો વિગતે
"બોલીવુડ મને પોસાય નહીં" કહેનાર મહેશ બાબૂ એક ફિલ્મના કેટલા રુપિયા ચાર્જ કરે છે? જાણીને દંગ રહી જશો