Navaratri 2023:  નવરાત્રિમાં નવ દિવસ ખાસ હોય છે.  વર્ષમાં આવતી ચારેય નવરાત્રિમાં માના દરેક સ્વરૂપની પૂજા થાય છે.   નવ દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તો કયા દિવસે દેવી માતાના કયા સ્વરૂપની પૂજા કરવી શુભ છે તે આપણે અહીં જાણીશું.


આસો નવરાત્રિનો પ્રારંભ 15 ઓક્ટોબરથી શરૂ થાય છે અને 23 ઓક્ટોબરે નવરાત્રિનો અંતિમ દિવસ છે.નવરાત્રિમાં માતાજીના નવ સ્વરૂપની સાધના, આરાઘના અને ઉપાસના કરવામાં આવે છે. આ નવેય સ્વરૂપ શું છે અને તેની આરાધનાનું શું મહત્વ છે જાણીએ


પ્રથમ દિવસ- માતા શૈલપુત્રી


નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તે પર્વત રાજ હિમાલયની  પુત્રી છે. પ્રથમ દિવસે તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ પ્રથમ દિવસની પૂજામાં યોગીઓ તેમના મનને 'મૂલાધર' ચક્રમાં સ્થિર કરે છે. અહીંથી જ તેની યોગાભ્યાસ શરૂ થાય છે.


બીજો દિવસ- માતા બ્રહ્મચારિણી


માતા બ્રહ્મચારિણી એટલે તપસ્યા કરનાર. તેણીએ ભગવાન શિવને તેના પતિ તરીકે મેળવવા માટે સખત તપસ્યા કરી હતી, તેથી તેણીને બ્રહ્મચારિણી કહેવામાં આવે છે.


ત્રીજો દિવસ - મા ચંદ્રઘંટા


એવું માનવામાં આવે છે કે માતા ચંદ્રઘંટા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની શક્તિઓ ધરાવે છે. તેના કપાળ પર અર્ધ ચંદ્ર શોભે છે, તેથી તેને ચંદ્રઘંટા કહેવામાં આવે છે.


ચોથો દિવસ - મા કુષ્માંડા


નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડા માતાની પૂજા કરવાની પરંપરા છે. કારણ કે તેમના મંદ હાસ્ય  દ્વારા બ્રહ્માંડની રચના કરવામાં આવી હતી, તેનું નામ કુષ્માંડા રાખવામાં આવ્યું હતું.


પાંચમો દિવસ- માતા સ્કંદમાતા


નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. આ માના ખોળામાં કાર્તિકેય છે. કાર્તિકેયનું નામ સ્કંદ પણ છે, તેથી જ તેને સ્કંદ માતા કહેવામાં આવે છે.


છઠ્ઠો દિવસ- મા કાત્યાયની


કાત્યાયન ઋષિની તપસ્યાથી માતા કાત્યાયની પ્રસન્ન થયા અને તેમના ઘરે પુત્રી તરીકે જન્મ્યા. આ કારણે તેનું નામ કાત્યાયની પડ્યું.


સાતમો દિવસ- કાલરાત્રી માતા


નવરાત્રિ દરમિયાન સપ્તમી તિથિ પર મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. તેનું સ્વરૂપ  ઉગ્ર છે પરંતુ તે અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટની પ્રાપ્તિ કરાવે છે. માતાનું આ સ્વરૂપ  તેના ભક્તોને શુભ ફળ આપે છે.


આઠમો દિવસ- મહાગૌરી માતા


દુર્ગા અષ્ટમીના દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. દંતકથા અનુસાર,  પાર્વતીએ ભગવાન શિવને તેના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી, જેના કારણે તેનું શરીર કાળું થઈ ગયું હતું, તેથી તેને મહાગૌરી કહેવાયા.


નવમો દિવસ- મા સિદ્ધિરાત્રી


નવમા દિવસે મા સિદ્ધિરાત્રીની પૂજા થાય છે. નવ દિવસ માના નવેય સ્વરૂપને ભાવથી ભજવાથી સાધના, આરાધના અને ઉપાસના કરવાથી ભક્તોને તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. જેથી માના નવમા સ્વરૂપને સિદ્રિદાત્રી કહેવાય છે.