Navratri Puja 2022:શારદીય નવરાત્રિનો આરંભ 26 સપ્ટેમ્બરથી  થયો.  નવરાત્રિમાં 9 સ્વરૂપોની પૂજાનું વિશેષ અલગ મહત્વ છે.  તો જાણીએ કે બારેય રાશિના જાતકોએ રાશિ મુજબ કઇ દેવીનું પૂજન અર્ચન કરવું જોઇએ. જેથી લાભ થાય છે.


રાશિનુસાર કરો માના આ સ્વરૂપનું પૂજન


મેષ રાશિ:મેષ રાશિના જાતકોએ મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રની પૂજા કરવી જોઇએ. માન્યતા અનુસાર જો મેષ રાશિના જાતક વિધિ વિધાનથી ભાવથી માનું પૂજન અર્ચન કરે તો સમગ્ર મનોકામનની પૂર્તિ થાય છે.


 વૃષભ રાશિ:વૃષભ રાશિના જાતકે  મા કુષ્માન્ડાનું પૂજન અર્ચન કરવાથી ઉત્તમ ફળ મળે છે. નવમીએ વ્રત રાખીને પૂજન અર્ચન કરવું જોઇએ.


 મિથુન રાશિ: રાશિના જાતકે મા ચંદ્રઘંટાની પૂજા કરવી જોઇએ. વ્રત રાખીને પૂજા કરવાથી દરેક સંકટ દૂર થાય છે.


 કર્ક રાશિ:કર્ક રાશિના જાતકે માં સિદ્ધિદાત્રીનું પૂજન કરવું જોઇએ. વિધિવત વ્રત પૂજનથી મનોકામનાની પૂર્તિ થાય છે.


 સિંહ રાશિ: સિંહ રાશિના જાતક માટે કાલરાત્રિની પૂજા ઉત્તમ ફળદાયી નિવડે છે.


સિંહ રાશિ: સિંહ રાશિના જાતક માટે કાલરાત્રિની પૂજા ઉત્તમ ફળદાયી નિવડે છે.


કન્યા રાશિ: કન્યા રાશિના જાતક માટે ચંદ્રાઘંટાની પૂજા ઉત્તમ મનાય છે. તેનાથી ભક્તના બધા જ દુ:ખો દૂર થાય છે.


તુલા રાશિ:  તુલા રાશિના જાતકે મા બ્રહ્મારિણીની પૂજા કરવી જોઇએ, તેનાથી ભક્તના જીવનમાં સુખનું આગમન થશે.


વૃશ્ચિક રાશિ:વૃશ્ચિક રાશિના લોકોએ શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવી જોઇએ. તેનાથી વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે.


ધનુ રાશિ : ધનુરાશિના જાતકે વ્રત રાખીને મા સિદ્ગિદાત્રી પૂજા કરવી જોઇએ.


મકર રાશિ: મકર રાશિના જાતક મા સિદ્ધિદાત્રીની સાથે મા કાળીનું પણ પૂજન અર્ચન કરે. ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે.


કુંભ રાશિ:આ રાશિના લોકોએ મકર રાશિની જેમ મા સિદ્ધિદાત્રીની સાથે મા કાળીનું પણ પૂજન અર્ચન કરવું ઉત્તમ ફળદાયી સાબિત થાય છે.


મીન રાશિ: આ રાશિના જાતક માટે પણ મા સિદ્ધિદાત્રીની સાધના, આરાધના, ઉપાસના સંકટોને દૂર કરીને મનોકામનાની પૂર્તિ કરે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.