2022 Rashifal:મોટાભાગના લોકોની ઈચ્છા હોય છે કે, તેમને સરકારી નોકરી મળે. સરકારી નોકરી મેળવવા માટે મહેનતની સાથે સારા નસીબની પણ જરૂર હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં કેટલાક ગ્રહો અને નક્ષત્રો છે જેના કારણે 4 રાશિને નોકરી મળવાની પ્રબળ સંભાવના છે. ન્યૂ ઇયરમાં સ્થિતિ કેટલીક રાશિઓ માટે સરકારી નોકરી મળવાના શુભ સંકેતો આપી રહી છે. જાણો કઈ કઈ રાશિઓમાં બની રહ્યાં છે આ શુભ યોગ
મેષરાશિ: આ રાશિના લોકો માટે કરિયરની દષ્ટીએ આ વર્ષ સારૂ નિવડશે. આ વર્ષ સરકારી નોકરીનો પણ અવસર પ્રાપ્ત થઇ શકે છે. જે લોકો સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે. તેમને સફળતા મળશે. મહેનતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થવાના સંકેત છે. સરકારી નોકરીમાં કાર્યરત હશે તેને પ્રમોશન પણ મળવાની શક્યતા છે.
વૃષભ રાશિ: જો આ રાશિના જાતકઆ વર્ષે સરકારી નોકરી માટે મહેનત કરતા હશે તો સફળતા મળવાની શક્યતા વધુ છે. કાર્યસ્થળ પર આપની છબી સુધરશે. નોકરી કરતા લોકોની ઉન્નતિના સંકેત ગ્રહોની દશા આપે છે.
કન્યા રાશિ: આ રાશિના લોકો માટે કરિયરની દષ્ટીએ વર્ષ સારૂ વિતશે, સરકારી નોકરી માટે મહેનત કરતા લોકો માટે સફળતાના યોગ બની રહ્યાં છે. જે લોકો નોકરી કરી રહ્યાં છે. તેના વરિષ્ઠ અધિકારી સાથે સંબંધ મજબૂત થતાં ફાયદો થશે.
તુલા રાશિ- કરિયરની દષ્ટીએ આપના માટે પણ આ વર્ષ શુભ સંકેત આપે છે. મનપસંદના ક્ષેત્રમાં નોકરીના યોગ બની રહ્યાં છે. જે લોકો પહેલાથી નોકરી કહી રહ્યાં છે તેની કાર્યક્ષેત્રે છબી સુઘરશે અને પ્રમોશનના યોગ પણ ની રહ્યાં છે. કાર્યક્ષેત્રમાં આપના માન સન્માનમાં વધારો થશે. આ વર્ષે આ ચારેય રાશિ માટે નોકરી તેમજ પદોઉન્નતિના શ્રેષ્ઠ યોગ બની રહ્યાં છે. આ ઉપરોક્ત ચારેય રાશિ માટે આવનાર વર્ષ 2022 નોકરી માટે સફળતાના સંકેત આપી રહ્યું છે.
Disclaimer: અહીં પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.