Shanidev Upay: શનિનો દોષ જાતકના  જીવનમાં ઘણી સમસ્યાઓ સર્જે છે. તેને દૂર કરવા માટે આગામી શનિવારનો સમય શ્રેષ્ઠ છે.


શનિવાર ભગવાન શનિદેવને સમર્પિત છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેઓ લોકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ દોષ દૂર  કરવા માટે આ દિવસે અનેક ઉપાયો કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે શનિવારના દિવસે નિયમ પ્રમાણે શનિદેવની પૂજા કરવાથી અને શનિ સંબંધિત ઉપાય કરવાથી શનિ દોષ દૂર થાય છે. જે રાશિઓ પર શનિની પનોતી અને શનિની  સાડાસાતી  ચાલી રહી છે તેમને શનિવારના દિવસે શનિ ઉપાય કરવા જોઈએ.


કુંભ, મીન અને ધનુરાશિ સહિત આ 5 રાશિઓ માટે શનિવાર ખાસ દિવસ છે.


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે કુંભ, મીન અને ધન રાશિના લોકો માટે શનિની સાડાસાત ચાલી રહી છે. બીજી તરફ, કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની પનોતીનો પ્રકોપ છે, શનિદેવ 5 જૂને સ્વરાશિ કુંભમાં પૂર્વવર્તી ગતિ સાથે એટલે કે ઉલટા માર્ગે ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં આ 5 રાશિના લોકોએ આ શનિવારે શનિદેવની વિધિવત પૂજા કરવી જોઈએ.  આ ચોક્કસ પગલાં પણ લેવા જોઈએ.


શનિ દોષથી બચવા માટે શનિવારે કરો આ ઉપા



  • શનિદોષથી પીડિત વ્યક્તિએ શનિવારે પીપળના ઝાડના મૂળમાં જળ ચઢાવવું જોઈએ. સવારે અને સાંજે પીપળના ઝાડ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આનાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થઈ શકે છે.

  • શનિની સાડાસાતીથી પીડિત વ્યક્તિએ પક્ષીઓની સેવા કરવી. એવું માનવામાં આવે છે કે આનાથી શનિની અશુભ અસર ઓછી થાય છે.

  • શનિની સાડાસાતી અને પનોતીની  અસર ઓછી કરવા માટે અસહાય લોકોની મદદ કરવી જોઈએ.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.