Diwali 2024: દિવાળીમાં લક્ષ્મી પૂજાનું જેટલું મહત્વ છે. તેટલું જ  શુભ મુહૂર્તનું પણ છે. ધન અને વૈભવની દેવી મા લક્ષ્મીની પૂજા શુભ મુહૂર્તમાં કરવાથી વધુ ફળદાયી રહે છે. કોશિશ કરવી જોઇએ કે મા લક્ષ્મીની પૂજા શુભ મુહૂર્તમાં જ કરવામાં આવે. જાણીએ આજના દિવસ પૂજા માટે ક્યું છે શુભ મુહૂર્ત


 દીવાળી પૂજા માટેના અલગ-અલગ શુભ મુર્હત ક્યાં છે જાણો


 લક્ષ્મી પૂજા માટે શુભ મુહૂર્ત


હિન્દુ કેલેન્ડર મુજબ, કારતક અમાવસ્યા તિથિ 31મી ઓક્ટોબર 2024ના રોજ બપોરે 03:52 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 1લી નવેમ્બર 2024ના રોજ સાંજે 06:16 વાગ્યે સમાપ્ત થશે. દિવાળી પર દેવી લક્ષ્મીની પૂજાનો સમય સાંજે 05:36 થી 06:16 (1 નવેમ્બર 2024) સુધીનો હોઈ શકે છે. આનો અર્થ એ છે કે દિવાળી પર દેવી લક્ષ્મીની પૂજા કરવાનો સમય એક કલાક 56 મિનિટ છે.                                                                                                        


દિવાળીમાં લક્ષ્મી પૂજન કેમ?


જીવનના અંધારના દૂર કરીને જિંદગીમાં પ્રકાશ પાથરતું ઉજાસનું પર્વ એટલે દિવાળી, દિવાળીમાં મહાલક્ષ્મીની પૂજાનું વિશેષ માહાત્મય છે. . ભાગવત અને વિષ્ણુધર્મોત્તર પુરાણ મુજબ  સમુદ્ર મંથન દરમિયાન  આસો મહિનાની અમાસ તિથિએ લક્ષ્મીજી પ્રગટ થયાં હતાં અને આજ દિવસે વિષ્ણુ ભગવાન સાથે મહાલક્ષ્મીના લગ્ન થયા હતા. દિવાળીના દિવસે મહાલક્ષ્મીની પૂજાનું વિશેષ માહાત્મય છે. તો દિવાળીના દિવસભર લક્ષ્મી પૂજા માટે ક્યાં ક્યાં મૂહૂર્ત શુભ છે જાણીએ. શુભ મૂહૂર્તમાં પૂજા કરવાની સાથે બધી જ સામગ્રીને પણ પહેલાથી તૈયારી કરી લો, ફળ, મેવા, મીઠાઇ સિવાય જે પણ સામાન હોય એ આ પૂજા માટે જરૂરી હોય છે. આ સિવાય શેરડી, કૈથા, અમરરખ, કમલ, ફુલ, આંબલી અને રીંગણી  ફૂલની માળા, ગણેશ લક્ષ્મીને રીંગણી ફુલની માળા અવશ્ય અર્પણ કરો.