Hanuman Janmotsav 2024:ચૈત્ર મહિનામાં હનુમાન જયંતી આવે છે. બજરંગબલીના ભક્તો આ દિવસે ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે વિશેષ પૂજા અને પાઠ કરે છે. તેમના 12 નામનું પણ વિશેષ મહત્વ છે.

પંચાંગ મુજબ, ચૈત્ર પૂર્ણિમા 23 એપ્રિલ 2024ના રોજ સવારે 03.25 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 24 એપ્રિલ 2024ના રોજ સવારે 05.18 વાગ્યે સમાપ્ત થશે.  હનુમાનજી જંયતીના અવસરે બજરંગ બલિના 12 નામોના પાઠ કરવાનું વિશેષ મહત્વ છે. જાણીએ શું છે તેનો ફાયદા....

બજરંગબલીના 12 નામ યાદ કરવાથી  ન માત્ર આયુષ્ય વધે છે. પરંતુ તમામ સાંસારિક સુખો પણ પ્રાપ્ત થાય છે. જે કોણ પણ વ્યક્તિ શ્રદ્ધાથી હનુમાનજી મહારાજના આ નામના જાપ કરે છે તેમને દરેક સંકટમાંથી મુક્તિ મળશે છે. હનુમંતજીના આ ચત્કારિક નામ ક્યાં છે, જાણીએ....

પ્રસ્તુત છે બજરંગ બલીના 12 ચમત્કારી નામો:

1 ઓમ હનુમાન

2 ઓમ અંજની સુત

3 ઓમ વાયુ પુત્ર

4 ઓમ મહાબલ

5 ઓમ રમેષ્ઠ

6 ઓમ ફાલ્ગુન સખા

7 ઓમ પિંગાક્ષ

8 ઓમ અમિત વિક્રમ

9 ઓમ ઉદધિક્રમણ

10 ઓમ સીતા શોક વિનાશ

11 ઓમ લક્ષ્મણ પ્રાણ દાતા

12 ઓમ દશગ્રીવ દર્પહા

12 નામનો આ રીતે કરો જાપ

ઓમ હનુમતે નમઃ, 2. અંજની-સુનવે નમઃ, 3. વાયુ-પુત્રાય નમઃ, 4. મહા-બાલાય નમઃ, 5. શ્રી રમેષ્ટાય નમઃ, 6. ઓમ ફાલ્ગુન-સખાય નમઃ, 7. પિંગાક્ષાય નમઃ, 8. અમિત-વિક્રમાય નમઃ , 9. ઉદાધિ-ક્રમનાય નમઃ, 10. સીતા-શોક-વિનાશકાય નમઃ, 11. લક્ષ્મણ-પ્રાણ-દિન નમઃ અને 12. દશ-મુખ-દર્પ-હરાય નમઃ.

12 નામનો અલૌકિક મહિમા

  •  જે વ્યક્તિ સવારે આ 12 નામના પાઠ કરે છે. તેમને દિર્ઘાયુનું વરદાન મળે છે.  
  • નિત્યક્રમ મુજબ રોજ નામનો પાઠ કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્તિ થાય છે.
  •  જે વ્યક્તિ બપોરે નામ લે છે તે ધનવાન બને છે.
  • બપોરે અને સાંજે નામ લેનાર વ્યક્તિ પારિવારિક સુખથી સંતુષ્ટિ મળે  છે.
  • જે વ્યક્તિ રાત્રે સૂતી વખતે નામનો પાઠ કરે છે, તે શત્રુ પર વિજય મેળવે છે.
  •  ઉપરોક્ત સમય સિવાય શ્રીહનુમાનજી મહારાજના આ નામનો પાઠ કરવાથી વ્યક્તિનું દરેક અનિષ્ટથી રક્ષણ થાય છે.   

-જ્યોતિષાચાર્ય તુષાર જોશી