Glenn Maxwell: ગ્લેન મેક્સવેલ IPL 2024માં સતત ફ્લૉપ સાબિત થતો રહ્યો છે. આ બેટ્સમેને 6 ઇનિંગ્સમાં માત્ર 32 રન બનાવ્યા હતા. ઉપરાંત તે ત્રણવાર શૂન્ય રન સાથે પેવેલિયન ભેગો થયો હતો. ખાસ વાત છે કે ગ્લેન મેક્સવેલ ગઇકાલે રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવનનો ભાગ ના હતો. હવે ગ્લેન મેક્સવેલ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, ગ્લેન મેક્સવેલે બ્રેક લેવાનો નિર્ણય લીધો છે, કારણ કે આ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માનસિક અને શારીરિક રીતે થાકી ગયો છે. આ કારણોસર તેણે ટૂર્નામેન્ટની વચ્ચે બ્રેક લેવાનું નક્કી કર્યું હતુ.


'સનરાઇઝર્સ વિરૂદ્ધ મેચમાંથી ખુદ બહાર રહેવાનો કર્યો હતો નિર્ણય'
ગ્લેન મેક્સવેલે કહ્યું કે તેણે પોતે સનરાઇઝર્સ સામેની મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો કારણ કે તે ટીમ માટે યોગદાન આપી શક્યો ન હતો. તેણે કહ્યું કે કેટલીક પ્રારંભિક મેચો વ્યક્તિગત રીતે મારી અપેક્ષા મુજબની નહોતી. તેથી, મેં આ નિર્ણય લીધો છે, મારા માટે આ નિર્ણય લેવો સરળ હતો. મેં છેલ્લી મેચ બાદ કેપ્ટન ફાફ ડૂ પ્લેસીસ અને કૉચ સાથે વાત કરી હતી. જે બાદ નિર્ણય લેવામાં આવ્યો કે દાંવ અન્ય કોઈ ખેલાડી પર રમવો જોઈએ. હું પહેલા પણ આવી પરિસ્થિતિમાં હતો, જ્યાં તમે રમતા રહો અને તમારી જાતને વધુ મુશ્કેલીમાં મુકો. અત્યારે હું મારી જાતને માનસિક અને શારીરિક રીતે આરામ આપવાનું કામ કરી રહી છું.


'અમારી ટીમ ક્ષમતા પ્રમાણે પ્રદર્શન નથી કરી રહી....'
ગ્લેન મેક્સવેલ આગળ કહે છે કે ટીમના પ્રદર્શનને જોતા આ નિર્ણય લેવો બહુ મુશ્કેલ ન હતો. અમારી ટીમ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી રહી નથી, આંકડાઓ સ્પષ્ટપણે આ દર્શાવે છે. આ સિવાય અંગત રીતે હું સતત ફ્લોપ રહ્યો હતો. તેથી, મને લાગ્યું કે હું સકારાત્મક યોગદાન આપી શક્યો નથી, કોઈ અન્ય ખેલાડીને તક આપવી વધુ સારું રહેશે. જોકે, મેં ક્રિકેટમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું.