Numerology: કોઇ પણ વ્યક્તિના જીવન અને ભવિષ્ય વિશે જાણવા માટે અંક જ્યોતિષ પણ કારગર જ છે. અંકોના આધારે ભવિષ્યવાણી કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિની જન્મતારીખથી ઘણું બધું જાણી શકાય છે. જે લોકોની જન્મ તારીખ મહિનાની 8,17 અને 26 હોય છે, તેનો મૂલાંક 8 થાય છે. આ અંક સ્વામી શનિદેવનો મનાય છે. આ કારણે આઠ મુલાંકના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહે છે.


મુલાંક 8ના લોકો રહસ્યમય સ્વભાવના હોય છે. તે તેમની વાતો જલ્દીથી કોઇ સાથે શેર નથી કરતા. તેમને દેખાડો પણ પસંદ નથી હોતો. આ મુલાંકના લોકો ખૂબ જ મહેનતું હોય છે.એક વખત જે કામ હાથમાં લે છે, તેને સફળ કરીને રાહતનો શ્વાસ લે છે. તે એક સારા મિત્ર પણ સાબિત થાય છે. તે ઇમાનદાર મહેનતી ધૈર્યવાન અને સાહસી પણ હોય છે. તે વધુ સોશિયલ નથી હોતા.


આ મુલાંકના લોકો કોઇ પણ કામ ખૂબ જ વિચારીને કરે છે. જેના કારણે જ તેની સફળતાના ચાન્સિસ વધી જાય છે તે ભાગ્યના ભરોસે ન બેસતા કર્મ પર ધ્યાન આપે છે. ફિજુલ ખર્ચી નથી કરતાં. જેના કારણે તે ખૂબ પૈસાની બચત કરીને ઘનવાન બને છે.


આ લોકો તેમના કામથી કામ રાખે છે. લોકો તેના વિશે શું વિચારે છે. તેનો તેને કોઇ ફરક પડતો નથી. તે મહેનત કરીને કરિયરમાં સારો મુકામ હાસિલ કરે છે. જિંદગીમાં ગમે તેટલી પરેશાની કેમ ન હોય. તે હાર નથી માનતા પરંતુ તેનો સામનો કરે છે.


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિની જન્મતારીખથી ઘણું બધું જાણી શકાય છે. જે લોકોની જન્મ તારીખ મહિનાની 8,17 અને 26 હોય છે, તેનો મૂલાંક 8 થાય છે. આ અંક સ્વામી શનિદેવનો મનાય છે. આ કારણે આઠ મુલાંકના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહે છે.