Raksha Bandhan 2024: રક્ષાબંધન ભાઈ બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને સ્નેહનું પર્વ છે. પંચાંગ (Panchang) અનુસાર દર વર્ષે રક્ષાબંધનનું તહેવાર શ્રાવણ પૂર્ણિમા (Sawan Purnima 2024)ના દિવસે મનાવવામાં આવે છે, જે ઓગસ્ટ મહિનામાં આવે છે. આ વર્ષે 19 ઓગસ્ટ 2024ના રોજ દેશભરમાં રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે અને એ જ દિવસે બહેન તેના ભાઈના હાથ પર રક્ષાસૂત્ર (રાખડી) બાંધશે.


રક્ષાબંધનમાં રાખડી હંમેશા શુભ મુહૂર્તમાં જ બાંધવામાં આવે છે. ખાસ કરીને ભદ્રાકાળ (Bhadra Kaal) દરમિયાન રાખડી બાંધવાનું ટાળવું જોઈએ. આ જ કારણ છે કે રાખડી બાંધતા પહેલા બધા લોકો મુહૂર્ત જરૂર જુએ છે. કારણ કે અશુભ મુહૂર્તમાં રાખડી બાંધવી સારી માનવામાં આવતી નથી.


પરંતુ પંચાંગ અનુસાર આ વર્ષે રક્ષાબંધન પર સવારના સમયે રાખડી બાંધવા માટે કોઈ શુભ મુહૂર્ત નથી. એટલે કે સવારના સમયે બહેનો ભાઈના હાથ પર રાખડી નહીં બાંધી શકે. આવી સ્થિતિમાં જાણી લો કે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટે શું છે શુભ મુહૂર્ત અને કયા સમયે ભાઈને રાખડી બાંધી શકાશે.


રાખડી બાંધવા માટે સવારે કોઈ મુહૂર્ત નથી (Rakhi tie Muhurat)


જ્યોતિષાચાર્ય અનીષ વ્યાસ અનુસાર, 19 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના દિવસે સવારે 3 વાગીને 4 મિનિટે પૂર્ણિમા તિથિ લાગશે, જેનો સમાપન રાત્રે 11 વાગીને 55 મિનિટે થશે. આખો દિવસ પૂર્ણિમા તિથિ હોવા છતાં સવારે રાખડી નહીં બાંધી શકાય, કારણ કે આ દિવસે સૂર્યોદય પહેલાથી જ ભદ્રા (Bhadra)નો સમય રહેશે, જે બપોરે 1 વાગીને 29 મિનિટે સમાપ્ત થશે.


વાસ્તવમાં ભદ્રા કાળમાં રાખડી બાંધવી ખૂબ અશુભ હોય છે. માન્યતા છે કે, રાવણ (Ravana)ની બહેને ભદ્રા કાળમાં રાખડી બાંધી હતી, જે તેના મૃત્યુનું કારણ બની. ત્યારથી કોઈપણ બહેન ભદ્રામાં તેના ભાઈને રાખડી બાંધતી નથી.


આવી સ્થિતિમાં તમે બપોરે 01 વાગીને 32 મિનિટ પછી ભાઈને રાખડી બાંધી શકો છો. કારણ કે આ સમયે ભદ્રા સમાપ્ત થઈ જશે. રાખડી બાંધવા માટે બપોરે દોઢ વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો સૌથી શુભ સમય રહેશે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા કે માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચોઃ Shani Pradosh Vrat 2024: શનિ કષ્ટ આપી રહ્યા છે તો શ્રાવણ શનિ પ્રદોષ વ્રતમાં કરો આ અચૂક ઉપાય