Ram Navami 2023 Date Time: ચૈત્ર નવરાત્રીના છેલ્લા દિવસે 30 માર્ચ, 2023ના રોજ રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે.જાણો રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાનો શુભ સમય, સામગ્રી અને વિધિ


ચૈત્ર નવરાત્રીના છેલ્લા દિવસે 30 માર્ચ, 2023ના રોજ રામ નવમીની ઉજવણી કરવામાં રહી છે.  આ તિથિએ ભગવાન વિષ્ણુએ માનવ સ્વરૂપમાં ભગવાન રામના રૂપમાં અવતાર લીધો હતો. વાલ્મીકિ રામાયણ અનુસાર, ભગવાન રામનો જન્મ બપોરે 12 વાગ્યે કર્ક રાશિમાં થયો હતો. આવી સ્થિતિમાં, અભિજિત મુહૂર્તમાં શ્રીરામની જન્મજયંતિની ઉજવણી કરવી શુભ છે. આ વર્ષે રામ નવમીનો તહેવાર ભક્તો માટે ખૂબ જ શુભ રહેવાનો છે, કારણ કે આ દિવસે કેદાર યોગ, બુધાદિત્ય યોગ, ગુરુ આદિત્ય અને ગુરુ પુષ્ય નક્ષત્રની રચના થઈ રહી છે. જેના કારણે શ્રી રામ, હનુમાનજી અને માતા સિદ્ધિદાત્રીની પૂજાનું બમણું ફળ મળશે. ચાલો જાણીએ રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાનો શુભ સમય, સામગ્રી અને પૂજા વિધિ.


રામ નવમી શુભ મૂહૂર્ત (Ram Navami 2023 Muhurat)


ચૈત્ર શુક્લ નવમી તિથિ 29 માર્ચ બુધવારે રાત્રે 09.07 વાગ્યાથી 30મી માર્ચે રાત્રે 11.30 વાગ્યા સુધી છે.


શ્રી રામની પૂજાનો સમય - 11:17 am - 01:46 pm (અવધિ 2.28) છે.


 રામ નવમી પૂજા સામગ્રી (Ram Navami Puja Samagri)


રામ દરબારની તસવીર, કુમ કુમ, નાડાછડી, ચંદન, અક્ષત, કપૂર, ફૂલો, માલા, સિંદૂર,


શ્રી રામની પિત્તળ અથવા ચાંદીની મૂર્તિ, અભિષેક માટે દૂધ, દહીં, મધ, ખાંડ, ગંગાજળ,


મીઠાઈ, પીળા કપડા, ધૂપ, દીવો, સુંદરકાંડ અથવા રામાયણ પુસ્તક, સોપારી, લવિંગ, એલચી,


અબીર, ગુલાલ, ધ્વજ, કેસર, પંચમેવા, પાંચ ફળ, હળદર, અત્તર, તુલસી પત્ર,


હવન સામગ્રી  (Ram Navami Hawan Samagri)


હવન કુંડ, કપૂર, તલ, ગાયનું ઘી, ઈલાયચી, ખાંડ, ચોખા, આંબાના કાષ્ઠ (લાકડું), નવગ્રહના કાષ્ટ, પંચમેવા,  લવિંગ, આંબાના પાન, પીપળાના પાન,  છાલ, ચંદન, અશ્વગંધા, જટાધારી નારિયેળ , ગોલા અને જવ હવન માટે જરૂરી વસ્તુઓ છે.


રામ નવમી પૂજા વિધિ  (Ram Navami Puja Vidhi)


રામ નવમીના બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સૂર્યદેવને તાંબા કળશથી અર્ઘ્ય ચઢાવો. આ પછી શ્રીરામ અને શ્રીરામચરિતમાનસની પૂજા કરો. ભગવાનને પીળા રંગના ફૂલ, કપડાં, ચંદન વગેરે પૂજા સામગ્રી અર્પણ કરો, ભોગમાં તુલસીના પાન મૂકીને પ્રસાદ ચઢાવો, ઘરની છત પર ધ્વજ લગાવો અને પછી ઘરમાં સુંદરકાંડનો પાઠ કરો. 'ઓમ શ્રી હ્રી ક્લીં રામચંદ્રાય શ્રી નમઃ' મંત્રનો 108 વાર જાપ કરો. નવરાત્રિ રામ નવમી પર સમાપ્ત થાય છે, તેથી આ દિવસે હવન કરવાનું ભૂલશો નહીં. પરિવાર સહિત તમામ દેવી-દેવતાઓ માટે હવન કુંડમાં બલિ ચઢાવો અને પછી અંતે આરતી કરો. એવી માન્યતા છે કે આ દિવસે જરૂરિયાતમંદોને ભોજન કરાવવાથી શ્રીરામની કૃપા વરસે છે.


રામ નવમી ઉપાય


સુખી દામ્પત્ય જીવન માટે રામ નવમી પર 'શ્રી રામ રામ રામેત રામે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યમ શ્રી રામ નામ વરાણે' આ મંત્રની માળાનો જાપ કરો. આ કામ પતિ-પત્નીએ સાથે કરવાનું હોય છે. એવું માનવામાં આવે છે કે તેનાથી વિવાહિત જીવનમાં મધુરતા વધે છે. બીજી તરફ ધન પ્રાપ્તિ માટે આ દિવસે શ્રી રામને કેસરયુક્ત દૂધનો અભિષેક કરો અને રામાષ્ટકનો પાઠ કરો. આનાથી પૈસા સંબંધિત દરેક સમસ્યા દૂર થાય છે.