Mamata Banerjee Protest Against Central Government: કેન્દ્રની ભાજપ સરકાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે ફરી એકવાર સામસામે આવી ગયા છે. મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર લાંબા સમયથી રાજ્યના બાકી રૂપિયા નહી  ચૂકવવાનો આરોપ લગાવતા બુધવાર (29 માર્ચ)થી કેન્દ્ર સરકાર સામે 48 કલાકના ધરણા પર બેસવાની જાહેરાત કરી છે.






તૃણમૂલ કોંગ્રેસના સાંસદો બુધવારે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરશે. પાર્ટીના નેતાઓએ 28 માર્ચે કહ્યું હતું કે મમતા બેનર્જી સંસદ પરિસરમાં પ્રદર્શન સિવાય કોલકાતામાં વિરોધ માર્ચ કાઢશે. બંને શહેરોમાં એક સાથે દેખાવો યોજાશે.


મમતા કોલકાતાના એસ્પ્લેનેડમાં ધરણા પર બેસશે


તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળને કેન્દ્ર સરકાર પાસેથી રાજ્યનો હિસ્સો ન મળવાના કારણે બે દિવસીય ધરણા શરૂ કરશે અને કોલકાતાના એસ્પ્લેનેડ ખાતે ભીમરાવ આંબેડકરની પ્રતિમાની સામે ધરણા પર બેસશે. મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી કેન્દ્ર સરકારની 'જનવિરોધી' નીતિઓના વિરોધમાં એક રેલીને સંબોધશે.


જીએસટીના સમર્થનને મોટી ભૂલ હોવાનું જણાવ્યું હતું


પાર્ટીના નેતાઓનું કહેવું છે કે તેમનું આંદોલન લોકશાહી, સંઘવાદ, બંધારણ અને સંસદને બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે. તેઓ જમીન પર ઉતરશે અને લોકોને કેન્દ્ર સરકારના સાવકા વર્તન વિશે જણાવશે. આ પહેલા મંગળવારે સિંગુરમાં એક સભાને સંબોધિત કરતી વખતે મમતા બેનર્જીએ કહ્યું હતું કે GSTને સમર્થન આપવું ભૂલ હતી.


મમતા બેનર્જી ઘણા સમયથી આરોપો લગાવી રહ્યા છે


નોંધનીય છે કે મમતા બેનર્જી ઘણા સમયથી આરોપ લગાવી રહી છે કે કેન્દ્ર સરકાર બંગાળમાં 100 દિવસ સુધી કામ કરનારા લોકોના પૈસા રોકી રહી છે અને હાઉસિંગ સ્કીમ સહિત અન્ય ઘણા પ્રોજેક્ટ માટે પૈસા નથી આપી રહી. આટલું જ નહીં, રાજ્યને પણ GSTમાંથી તેનો હિસ્સો મળી રહ્યો નથી. કેન્દ્ર સરકારની આ મનમાનીના કારણે તેમણે કોલકાતામાં ધરણા પર બેસવાની જાહેરાત કરી છે.


PM Modi: પીએમ મોદી કહ્યું -1984માં કોંગ્રેસના વાવાઝોડામાં અમે ઉડી ગયા પરંતુ...


ભાજપ મુખ્યાલયના વિસ્તરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ માટે વડાપ્રધાન મોદી પોતે દિલ્હીમાં બીજેપી કાર્યાલય પહોંચ્યા હતાં. આ દરમિયાન પીએમ મોદી આ ઓફિસ બનાવનાર તમામ મજૂરોને પણ મળ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદી અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી ઓફિસમાં પૂજા-અર્ચના કરી હતી. સાથે જ તેમણે વિરોધ પક્ષો તેમાં પણ ખાસ કરીને કોંગ્રેસ પર આકારા પ્રહારો કર્યાં હતાં. પાર્ટીના આ કાર્યક્રમમાં ભાજપના પ્રેરક દીનદયાલ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ભાજપના કાર્યકરો માટે રહેવાની વ્યવસ્થા

ભાજપ કાર્યાલયનું વિસ્તરણ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે, જો પાર્ટીનો રાષ્ટ્રીય સ્તરનો કાર્યકર બહારથી દિલ્હી આવે છે તો તે તેમાં રહી શકે છે. આ ઉપરાંત આજે દિલ્હી ભાજપ કાર્યાલયનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. જાહેર છે કે, દિલ્હી બીજેપીનું કાર્યાલય પણ કેન્દ્રીય કાર્યાલયની નજીક બનાવવામાં આવી રહ્યું છે