આજનું રાશિફળઃ પંચાગ અનુસાર ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં છે. આજે માગશર વદ તેરસ છે. આજે ગ્રહોની ચાલ તમામ રાશિને કોઈને કોઈ રીતે પ્રભાવિત કરી રહી છે.
મેષઃ આજે તમારી અપેક્ષા મુજબ કામ નહીં થવાથી મન ઉદાસ રહી શકે છે. આજે તમારું કોઈ મહત્વપૂર્ણ કામ અધૂરું રહી શકે છે. આ માટે કોઈને દોષી ન ઠેરવતાં.
વૃષભઃ આજે તમારું દિમાગ મહત્વપૂર્ણ કામોમાં જ લગાવો. વ્યર્થ કામમાં દલીલબાજી કરવાથી નુકસાન થઈ શકે છે. કુળમાં શોક સમાચાર મળવાની આશંકા છે. બચત કરેલું ધન ખર્ચ થઈ શકે છે.
મિથુનઃ આજના દિવસે સ્વભાવમાંથી અહંકાર જોવા મળી શકે છે. તેથી વાણીમાં મધુરતા જાળવી રાખજો. પરિવારજનોની સેવા કરવાનો મોકો મળશે. જમીન કે મકાન સાથે સંકળાયેલા કામ પૂરા થઈ શકે છે.
કર્કઃ આજના દિવસે અચાનક લાભની સંભાવના છે. પરંતુ કામનો વધતો બોજ તણાવ વધારી શકે છે. મહાદેવની પરિવાર સહિત પૂજા અર્ચના મનને શાંતિ અને લાભ આપશે.
સિંહઃ આજના દિવસે કોઇપણ પ્રકારનું રિજેક્સન તમારી અસફળતા બિલકુલ ન સમજતાં. પરિવારજનોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખજો. ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા.
કન્યાઃ આજના દિવસે ગુરુજનોનું સાનિધ્ય મળશે. કાર્યસ્થળ પર મહત્વપૂર્ણ વ્યક્તિનું માર્ગદર્શન મળશે. સ્વાસ્થ્યને લઈ સતર્ક રહેજો.
તુલાઃ આજના દિવસે વિવાદિત મામલામાં ધીરજ રાખવાની જરૂર છે. યોગ્ય સમયની પ્રતીક્ષા કરવી જોઈએ. જૂના મિત્રો સાથે મુલાકાત થશે, સંબંધો ગાઢ બનશે.
વૃશ્ચિકઃ તમારી બુદ્ધિમતા અને કાર્યશૈલી સન્માન અપાવશે. રાજનીતિમાં રસ રાખતાં લોકોનો સારો મોકો મળી શકે છે.
ધનઃ આજે મનમાં ચાલી રહેલી પરેશાનીનું સમાધાન શોધવામાં સફળ રહેશો. સરકારી કામ ન થઈ રહ્યું હોય તો નિરાશ થવાની જરૂર નથી. જીવનસાથીને તમારી સલાહની જરૂર પડી શકે છે.
મકરઃ આજે મનપસંદ કાર્યોને પ્રાથમિકતા આપજો. મન ભક્તિમય હશે તો ભજન કીર્તનથી સકારાત્મક મહેસૂસ કરશો. ઘરની મોટી જવાબદારી તમારા ખભા પર આવી શકે છે.
કુંભઃ આજે વિચારવામાં આવેલું કામ પૂરું થવાથી મનમાં પ્રસન્નતાનો ભાવ રહેશે. નોકરીના ચાલતા પ્રયાસો પૂરા રહી શકે છે. વ્યર્થ વાતોને લઇ જીવનસાથી સાથે ચર્ચા ન કરો.
મીનઃ આજે ક્યાંયથી માંગવામાં આવેલી સલાહ પર સમજી વિચારીને જવાબ આપો. તમારા બોલવામાં આવેલા શબ્દોનો ખોટો અર્થ નીકળી શકે છે. પરિવારમાં કોઇ પણ નિર્ણય લેતા પહેલા તમામ સાથે વિચાર વિમર્શ કરો.