Today Horoscope
મેષ (અ.લ.ઇ.) : આજના દિવસે તમારી ભાષામાં મધુરતા રહેશે, પરંતુ સ્વભાવમાં અહંકાર છલકાશે. મનને સંયમિત રાખઝો.
વૃષભ (બ.વ.ઉ.) : આજે નવી જવાબદારીઓ પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી નીભાવજો. કાર્યસ્થળ પર નિય્મ અને અનુશાશનનું પાલન કરજો.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે અચાનક લાભની સંભાવના છે. જૂના બાકી કાર્યો વહેલાસર પૂરા કરી લેજો. પરિવર સાથે મંદિર દર્શને જઈ શકો છે.
કર્ક (ડ.હ.) આજે ખુદને બિનજરૂરી ક્રોધથી બચાવજો. ઉતાવળમાં કોઇ નિર્ણય ન લેતા. પારિવારિક વિવાદને ધીરજ સાથે ઉકેલવાની કોશિશ કરજો.
સિંહ (મ.ટ.) આજના દિવસે વડીલોના માર્ગદર્શનથી સફળતા મળશે. તેની અસર તમારા પ્રદર્શન પર જોવા મળશે. પરિવારમાં પરેશાનીના સમયે ભાઈ-બહેનોની મદદ મળશે.
કન્યા (પ.ઠ.ણ.) આજે નાની નાની વાતોને રાયનો પહાડ ન બનાવતાં. મામૂલી સમસ્યા કે વિવાદને અવગણીને આગળ વધજો. ઘરથી દૂર રહેતા પરિવારજનોને મળવાનો મોકો મળશે.
તુલા (ર.ત.) આજના દિવસે પૂરી તૈયારી કરીને કોઇ કામ કરજો. બોસ દ્વારા સોંપવામાં આવેલા કામમાં ઢીલ ન રાખતાં. દાપંત્ય જીવનને પ્રસન્ન રાખવા પૂરો પ્રયાસ કરજો.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે અવસર મળે તો દિવ્યાંગ વ્યક્તિની સહાયતા કરજો. ભૂલથી બચજો. પરિવાર સાથે સમય વીતાવવાનો મોકો મળશે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે ગુરુ કે ગુરુતુલ્ય વ્યક્તિના સાનિધ્યમાં રહેવું સાર્થક રહેશે. કાર્યસ્થળ પર સજાગતા સાથે કામ કરજો.
મકર (ખ.જ.) આજના દિવસે મહેનતનું પરિણામ મળી શકે છે. કામકાજ બાદ પરિવાર સાથે સમય વીતાવવો મહત્વનો છે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો શ્રેષ્ઠ સમય છે. ભવિષ્યમાં શ્રેષ્ઠ લાભ મળશે. ઘરમાં કોઇ વાતને લઇ વિવાદ થવાની આશંકા છે.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે દિમાગમાં અનેક વિચારો આવશે. કાર્યસ્થળ પર બિનજરૂરી રજા ન લેતાં. પરિવારમાં વિવાદ હોય તો શાંતિથી ઉકેલજો. મોટા સભ્યોનો આદર કરજો.