પશ્ચિમ બંગાળ ચૂંટણી: અભિનેત્રી સરબંતી ચેટર્જી ભાજપમાં સામેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Mar 2021 10:12 PM (IST)
પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે. પશ્ચિમ બંગાળની 294 બેઠકો પર 27 માર્ચ, એક, છ, 10, 17, 22, 26 અને 29 એપ્રિલે મતદાન થશે. 2 મેના રોજ મત ગણતરી કરવામાં આવશે.
કોલકાતા: બાંગ્લા ફિલ્મોની અભિનેત્રી સરબંતી ચેટર્જી આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ છે. તેણે પશ્ચિમન બંગાળના અધ્યક્ષ દિલીપ ઘોષ અને પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે પાર્ટીનો ઝંડો સોંપ્યો હતો. આ દરમિયાન દિલીપ ઘોષે કહ્યું, અમે સરબંતી ચેટર્જીનું પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ. અલગ-અલગ ક્ષેત્રના લોકો ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી સરબંતી ચેટર્જી આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર બની શકે છે. પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે. પશ્ચિમ બંગાળની 294 બેઠકો પર 27 માર્ચ, એક, છ, 10, 17, 22, 26 અને 29 એપ્રિલે મતદાન થશે. 2 મેના રોજ મત ગણતરી કરવામાં આવશે.