પંચાગ અનુસાર આજે માગશર વદ ચોથ છે. આજે ચંદ્ર સિંહ રાશિમાં છે. આજે મઘા નક્ષત્ર છે. આજે કેટલીક રાશિના જાતકોએ ઉતાવળ કરવાથી બચવું પડશે. અમુક રાશિને ધન હાનિ થઈ શકે છે. તેથી લેણદેણના મામલે સાવધાની રાખવી પડશે.
મેષઃ આજના દિવસે લક્ષ્ય નિર્ધારીત કરીને ઝડપથી કામ કરવાની જરૂર છે. તમારો અધિકાર મેળવવાની વાત રાખવાની હિંમત બતાવજો. પારિવારિક સંબંધમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
વૃષભઃ આજના દિવે દિનચર્યામાં સકારાત્મક બદલાવ કરવો જોઈએ. જીવનસાથીની ગતિવિધિના કારણે ભરોસો ઓછો થઈ શકે છે.
મિથુનઃ આજના દિવસે આર્થિક સ્થિતિને લઈ ચિંતામુક્ત રહેશે. કાર્યસ્થળ પર બધાનો સહયોગ મળવાથી ઉત્સાહિત રહેશે. પરિવારના સભ્યો સાથે અણબનાવ થઈ શકે છે.
કર્કઃ આજના દિવસે ખુદને નકારાત્મક વિચાર અને સંગતિથી જેટલા દૂર રહો તેટલું સારું રહશે. ખાલી સમય મળવા પર પરિવારની સાથે સમય વીતાવો.
સિંહઃ આજના દિવસની શરૂઆત કોઇ શુભ સમાચાર સાથે થવાની પૂર્ણ સંભાવના છે. કાર્યસ્થળ પર પ્રતિભા નીખારવાનો અવસર મળશે. જૂના મિત્રોને મળવાનો મોકો મળશે.
કન્યાઃ આજના દિવસે કામકાજમાં કોઇ આળસ ન કરો. મહત્વપૂર્ણ કામને આયોજન પૂર્વક પૂરા કરો. સ્વાસ્થ્યને લઇ સતર્ક રહેજો.
તુલાઃ આજના દિવસે ઉન્નતિના નવા માર્ગ નજરે પડશે. આ ઉપરાંત વડીલો તરફથી મહત્વપૂર્ણ સૂચના મળી શકે છે. સંબંધીઓના આગમનથી મન પ્રસન્ન રહેશે.
વૃશ્ચિકઃ આજના દિવસે સોશિયલ મીડિયા પર સમય વીતાવવાના બદલે શરીરને આરામ આપો. પરિવારના કાર્યક્રમમાં સામેલ થવાનો મોકો મળશે.
ધનઃ આજે પરિવારના લાંબા સમયથી સંપર્ક ન થયેલા લોકો સાથે વાત કરો. પરિવાર સાથે લાંબા પ્રવાસનું આયોજન થઈ શકે છે. પરિવારજનોનો સહયોગ મળશે.
મકરઃ આજે દિવસની શરૂઆત વડીલોના આશીર્વાદ સાથે કરો. સક્રિયતા જાળવી રાખજો. ઘરેલુ ખર્ચમાં વધારાની શક્યતા છે.
કુંભઃ આજે મન વ્યથિત ન થાય તેનું ધ્યાન રાખજો. બીજાના વિવાદમાં મધ્યસ્થતા કરવી પડી શકે છે. ઘરના કામકાજમાં બેદરકારી ભારે પડી શકે છે.
મીનઃ આજના દિવસે જવાબદારી માટે ખુદને માનસિક રીતે તૈયાર રાખજો. પરિવાર અને ખાસ લોકોમાં કોઇ બીમાર હોય તો હાલ-ચાલ જાણ જો.
મિથુન, સિંહ, તુલા અને ધન રાશિના જાતકો આ વાતનું રાખજો ધ્યાન, જાણો તમામ રાશિનું રાશિફળ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jan 2021 07:43 AM (IST)
Today Horoscope: આજે માગશર વદ ત્રીજ છે. આજે ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે. સૂર્ય ધન રાશિમાં બિરાજમાન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -