આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજે માગવદ વદ આઠમ છે. આજે હસ્ત નક્ષત્ર છે અને સૂર્ય ધન રાશિમાં છે. આજે અભિજીત મુહૂર્ત નથી. ગ્રહોની ચાલ કેટલીક રાશિ માટે શુભ થવા જઈ રહી છે, જ્યારે અમુક જાતકોને હાનિનો યોગ છે.
મેષઃ આજે સમાજ સેવા કરવાનો મોકો મળે તો આગળ આવીને હિસ્સો લેવો જોઈએ. કાર્યસ્થળ પર તમારા દ્વારા આપવામાં આવેલા સૂચનને ઉચ્ચ અધિકારીઓ તથા સહકર્મીઓ તરફથી મહત્વ મળશે. પારિવારિક સંબંધમાં સ્વાર્થી વલણ નુકસાનકારણ સાબિત થઈ શકે છે.
વૃષભઃ આજના દિવસે મન વ્યથિત રહેશે અને એકલાપણાનો અનુભવ કરી શકો છે. કામનો બોજ ઘટાડવાની જરૂર છે. પરિવારના તમામ સભ્યોની સાથે રાતનું ભોજન કરવું જોઈએ.
મિથુનઃ આજના દિવસે વ્યસ્ત રહેશે. પરિશ્રમથી દરેક કામ અને લક્ષ્ય પૂરું કરી શકશો. જૂના મિત્રો સાથે મુલાકાતથી મન પ્રસન્ન રહેશે.
કર્કઃ આજે પ્રતિભાનું દર્શન કરવાની જરૂર પડશે. તમારો બહિર્મુખ સ્વભાવ લાભ આપશે. મનમાં છુપાયેલી કોઇ વાત પરેશાન કરી રહી હોય તો મિત્રો સાથે શેર કરી શકો છો.
સિંહઃ જો તમે વિપરિત પરિસ્થિતિ જોઈ હોય તો વિશ્વાસ અને વિવેક ડગવા ન દો. ખુદ પર ભરોસો રાથો અને મજબૂતી સાથે પરિસ્થિતિનો સામનો કરો.આર્થિક મામલામાં પરેશાની હોય તો મિત્ર અને પડોશી સહાયક બનીને ઉભરશે.
કન્યાઃ આજે લેણદેણ મામલે ભૂલ ભારે પડી શકે છે. પરિવાર સાથે ગુરુની આરાધના કરો. જેમના ગુરુ નથી તેઓ હનુમાનજીની ઉપાસના કરી શકે છે.
તુલાઃ આજના દિવસે આળસ રૂપી નકારાત્મકતા તમારું કામ બગાડી શકે છે. તેનાથી ખુદને દૂર રાખો. કોઈપણ મહત્વપૂર્ણ કામ શરૂ કરતાં પહેલા સારી રણનીતિ બનાવવાનો પ્રયાસ કરો.
વૃશ્ચિકઃ આજનો દિવસ ભક્તિમય રહેશે. ઘરમાં આધ્યાતમિક આયોજનથી મનમાં ઉર્જાનો સંચાર થશે. ગૃહિણીએ સામાજિક કાયક્રમમાં ભાગ લેવો જોઈએ.
ધનઃ આજના દિવસે મજબૂત માનસિકતા સાથે કામ કરીને તમે નુશ્કેલ પરિસ્થિતિને ઉકેલી શકશો. સમયના સદઉપયોગ કરો અને વિલંબમાં પડેલા કામ પૂરા કરી લો. સંબંધ બગડે તે પહેલા મામલો ઉકેલી નાંખો.
મકરઃ આજે મહત્વપૂર્ણ કામ બનતાં જોવા મળી રહ્યા છે. તેની અસર માનસિક સ્થિતિ પર પડશે. સમગ્ર દિવસ પ્રસન્નતા સાથે વિતાવો.
કુંભઃ આજે યોજનાઓ અને કામકાજને લઈ ચિંતન રહેશે. મહત્વપૂર્ણ કામ ન થઈ રહ્યું હોય તો બીજાની મદદ લેવાથી પાછળ ન હટો.
મીનઃ આજે પ્લાનિંગ કરેલા તમામ કામ સફળતાપૂર્વક પૂરા થઈ શકે છે. મનને વ્યર્થ ચિંતામાં ન ફસાવો, તેનાથી કામ બગડી શકે છે. ઘરમાં કોઇ વિવાદ ચાલી રહ્યો હોય તો મતભેદ ભૂલીને દોસ્તી અને સ્નેહનો હાથ લંબાવો.
રાશિફળ 6 જાન્યુઆરીઃ કઈ રાશિના જાતકોએ રાખવી પડશે સાવધાની, જાણો આજનું રાશિફળ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jan 2021 07:35 AM (IST)
આજે અભિજીત મુહૂર્ત નથી. ગ્રહોની ચાલ કેટલીક રાશિ માટે શુભ થવા જઈ રહી છે, જ્યારે અમુક જાતકોને હાનિનો યોગ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -