નવી દિલ્હી: રાજસ્થાનમાં સૂરતગઢ નજીક મંગળવારે રાત્રે ભારતીય વાયુ સેનાનું લડાકુ વિમાન મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આઈએએફએ જણાવ્યું કે વિમાનના પાયલટ સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા. આ ઘટના રાત્રે આશે આઠ વાગ્યે 15 મિનિટ પર બની હતી.



આઈએએફએ ટ્વિટ કર્યું, 'પશ્ચિમી ક્ષેત્રમાં પ્રશિક્ષણ દરમિયાન, એક મિગ-21 બાઈસન વિમાનમાં આજે સાંજે ટેકનિકલ ખરાબી આવી ગઈ હતી. પાયલટ સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા. કોઈ જાનહાની નથી થઈ.'

આઈએએફ દ્વારા કહેવામાં આવ્યું કે દુર્ઘટનાના કારણો જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપી દેવામાં આવ્યા છે.