જીવનમાંથી અમંગલ કરી રીતે થશે દૂર જો આપની કુંડલીમાં મંગલ દોષ હોય કે અન્ય કોઇ મંગલ સંબંધિત સમસ્યા હોય તો આ શિવ પૂજાથી તેને દૂર કરી શકો છો. મંગળ ગ્રહનો જીવન પર શું પ્રભાવ હોય છે. તે સમજીએ. મંગળ ગ્રહમાં સેનાપતિ મનાય છે. મંગળ શક્તિ અને ઊર્જા પ્રદાન કરે છે. મંગળ પરાક્રમનો સ્વામી છે. તેનું મુખ્ય તત્વ અગ્નિ છે, કર્કરાશિમાં મંગળ તત્વ સૌથી વધુ નબળો હોય છે.
મંગળનો જીવન પર શું હોય છે પ્રભાવ?મંગળ ગ્રહમાં સેનાપતિ મનાય છેમંગળ શક્તિ અને ઊર્જા પ્રદાન કરે છેમંગળ પરાક્રમનો સ્વામી છેમંગળનું મુખ્ય તત્વ અગ્નિ છેમગંળદોષથી શું સમસ્યા સર્જાય છે.
જો આપની કંડલીમાં મંગળદોષ હોય તો તે અનેક સમસ્યા ઉત્પન કરી શકે છે. આપના આત્મવિશ્વાસનું સ્તર નીચું થઇ જાય છે. તેમજ જેનો મંગળ નબળો હોય તેનો સ્વભાવ ક્રૂર અને ગુસ્સોવાળો થઇ જાય છે. તે લોકો વધુ આક્રમક હોય છે. મગંળ ખરાબ હોય તો સાહસ અને આત્મવિશ્વાસનુ સ્તર નીચું હોય છે.મંગળ ખરાબ હોય વાદ વિવાદ કોર્ટ કચેરી ચાલ્યા કરે છે. મંગળનો દુષ્પ્રભાવ લગ્નજીવન પર પડે તો લગ્નવિચ્છેદ જેવી સ્થિતિનો પણ સામન કરવો પડે છે.
મંગળદોષને શિવ પૂજાથી કઇ રીતે કરશો દૂર
જો કુંડલીમાં મંગળદોષ હોય તો આપ શિવપૂજા દ્રારા કુંડલીમાંથી મંગળના દોષને દૂર કરી શકાય છે. આ માટે આ શિવજીને લાલ ફુલ અર્પણ કરો. જળમાં લાલ ફુલની પાંખડી ઉમેરીને તેને મહાદેવને અર્પણ કરો.આ સાથે ઓમ નમ: ભગવતે રૂદ્રાય નમો જાપ કરો. જો આ પ્રયોગ 15 દિવસ સુધી કરવાથી આપના મંગળના કારણે સર્જાયેલા સ્વભાવના દોષો દૂર થશે.
આત્મવિશ્વાસ માટે કરો ઉપાય
રોજ લાલ વસ્ત્ર ઘારણ કરીને શિવજીની સમક્ષ બેસો, ગૂગળની ધૂપબતી કરો. શિવ સમક્ષ બેસીને શિવ તાંડવ સ્ત્રોતનો પાઠ કરો. આ પ્રયોગ દર મંગળવાર કરો. આપનામાં ઉર્જામનો સંચાર થશે, પોપર્ટી સંબંધિત સમસ્યાને ગોળ યુક્ત જળનો શિવજીને અભિષેક કરવો.