Saturn Transit 2022 : શનિનું રાશિ પરિવર્તન થઇ રહ્યું છે. 29મી એપ્રિલે શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેની બે રાશિ પર થશે નકારાત્મક અસર
શનિ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, પરંતુ ત્રણ દિવસ પછી, શનિ આ રાશિ છોડીને કુંભ રાશિમાં આવશે. શનિ 30 વર્ષ પછી કુંભ રાશિમાં આવી રહ્યો છે. શનિનું રાશિ પરિવર્તન આ વર્ષની મોટી ખગોળીય ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.
કર્મદાતા શનિદેવ
શાસ્ત્રોમાં શનિદેવને કર્મના દાતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ સાથે શનિને કળિયુગના મેજિસ્ટ્રેટ પણ કહેવામાં આવ્યા છે. શનિ ન્યાયના દેવતા છે. ભગવાન શિવે શનિદેવને આ પદવી આપી છે.
શનિની દષ્ટીથી કોઇ નથી બચી શકતું
પૌરાણિક કથાઓ અનુસાર શનિદેવના દર્શનથી કોઈ બચી શકતું નથી. શનિદેવના પ્રકોપથી માત્ર મનુષ્યો જ નહીં પરંતુ દેવતાઓ અને દાનવો પણ બચી શકતા નથી. સ્વયં ભગવાન શિવને પણ શનિદેવની દ્રષ્ટિથી કષ્ટ વેઠવું પડ્યું હતું.
શનિ ગોચર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ દર અઢી વર્ષે પોતાની રાશિ બદલે છે. આ રીતે, તેમને તેમની રાશિ પૂર્ણ કરવામાં 30 વર્ષનો સમય લાગે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે. હાલમાં શનિ મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે અને 29 એપ્રિલ, 2022થી શનિદેવ કુંભ રાશિમાં ગોચર કરશે. શનિની રાશિ બદલતા જ મીન રાશિમાં શનિની સાડાસાતી શરૂ થશે. બીજી તરફ મિથુન અને તુલા રાશિના જાતકોને શનિની પનોતીમાંથી મુક્તિ મળશે તો કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો તેની પકડમાં રહેશે. જાણો આ રાશિઓ પર શનિના રાશિ પરિવર્તનની શું અસર થશે.
કર્ક રાશિ
કર્ક રાશિ પર શનિની પનોતી શરૂ થવા જઇ રહી છે આ દરમિયાન જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શિક્ષણ ક્ષેત્રે પડકારોનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં તમારે સાવધાન રહેવું પડશે. કોઈપણ રોગ તમને પરેશાન કરી શકે છે. સંબંધો બગડી શકે છે. પૈસાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો પડશે, ખર્ચ વધી શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોએ પૈસા અને સ્વાસ્થ્યની બાબતમાં વિશેષ કાળજી લેવી પડશે. ઈજા થવાનું જોખમ રહેશે. જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમને અવરોધોનો સામનો કરવો પડી શકે છે. લગ્ન વગેરેમાં વિલંબ પણ થઈ શકે છે. જો તમે ઘરમાં વડીલની ભૂમિકામાં છો તો માન-સન્માનમાં ઘટાડો થઈ શકે છે. ઘમંડ અને ક્રોધની સ્થિતિ વધી શકે છે. પૈસા બચાવો, બિનજરૂરી વસ્તુઓ પર પૈસા ખર્ચશો નહીં. કાર્યમાં અવરોધો આવી શકે છે. ધીરજ રાખવી પડશે. સ્વાર્થી અને લોભી વ્યક્તિઓથી સાવધ રહો. નુકસાન સહન કરવું પડી શકે છે. તમામ કષ્ટોથી બચવા માટે હનુમાન ચાલીસા પાઠ કરવા અને શનિવારે શનિદેવના મંદિરે તેલનો દિવો કરીને પ્રાર્થના કરવી
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે Abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.