Summer skin care Tips: ઉનાળાની ઋતુમાં સેલેબ્સની જેમ તમારી ત્વચા પણ ચમકદાર રહેશે. ન તો તમારી સુંદરતા ઓછી થશે અને ન તો ત્વચાની ચમક ફિક્કી પડશે. અમે તમારા માટે લાવ્યા છીએ સેલિબ્રિટીઓની ત્વચા સંભાળના રહસ્યો, તો જાણીએ


ગરમીથી ત્વચાની હાલત ખરાબ થઈ ગઈ છે. તડકા અને ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે ત્વચાની બધી જ ચમક ક્યાંક ખોવાઈ ગઈ હોય એવું લાગે છે. તમને વારંવાર પાર્લરની મુલાકાત લેવાની જરૂર લાગે છે. પરંતુ પાર્લરની મુલાકાત ખિસ્સા પર પણ ભારે પડે છે. આવી સ્થિતિમાં, તમારે કેટલાક એવા ઉપાય કરવાની જરૂર છે, જેનાથી ત્વચાની ચમક પણ જળવાઈ રહે, તમારો દેખાવ પણ સુધરવો જોઈએ અને બજેટ પણ બગડતું નથી.


આલિયાની સ્કિન કેર ટિપ્સ


એક ફિલ્મથી કરોડોની કમાણી કરનાર આલિયા ભટ્ટ પણ આ ફ્રી સ્કિન કેર રેજીમની ફેન  છે. ઉનાળામાં આલિયા ફ્રિજમાં રાખેલા આઇસ ક્યુબ્સથી  ત્વચા પર  મસાજ કરવાનું પસંદ છે. આ ઉપાયને તમે દિવસના કોઈપણ સમયે કરી શકો છો.જેનાથી ડલ થઇ ગયેલી સ્કિનમાં ઇસ્ટન્ટ નિખાર આવશે,


 મલાઇલાની સમર સ્કિન કેર ટિપ્સ


મલાઈકા અરોરાએ 48 વર્ષની ઉંમરે પણ તેમની સુંદરતા જાળવી રાખી છે. તેની ત્વચાને યંગ અને ગ્લોઇંગ રાખવા માટે તે એલોવેરા જેલનો ફેસ માસ્ક લગાવવાનું પસંદ કરે છે. જ્યારે પણ તેને સમય મળે છે, તે 20 થી 25 મિનિટ સુધી તેને ત્વચા પર લગાવો. પછી નવશેકા પાણીથી ચહેરો ધોઈ નાખો.  ત્વચા પર પરસેવો, ધૂળ, ખુલ્લા છિદ્રો, જામવા વગેરેની  સમસ્યાથી છૂટકારો મળશે.


હિના ખાનનો નુસખો


હિના ખાન ઉનાળામાં ત્વચાની સારસંભાળ માટે એલોવેરા આઇસ ક્યૂબો ઉપયોગ કરે છે. હિના ખાન એલોવેરા જેલને આઇસ પ્લેટમાં ભરીને ફ્રિજરમાં મૂકી દે છે. જામી ગયા બાદ તેનાથી સ્કિન પર મસાજ કરે છે.


ગરમીમાં સ્કિનની સારસંભાળ માટે ક્વિક ટિપ્સ



  • 24 કલાકમાં 10 ગ્લાસ પાણી પીવો

  • વોટર બેઇઝ્ડ મોશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.

  • આ મોશ્ચરાઇઝર દિવસમાં બે વખત અવશ્ય લગાવો.

  • દિવસમાં ઓછામાં ઓછો ત્રણ વખત ફેશ વોશ કરો

  • ફેશ વોશનો ઉપયોગ દિવસમાં માત્ર 2 વખત જ કરો

  • ડાયટમાં ગ્રીન વેજિટેબલ ફળોને કરો સામેલ

  • આપ દિવસમાં રોજ એક કેળું ખાવ ગ્લો વધશે

  • કેળા ન્યુટ્રિઅન્ટસનો ખજાનો છે,

  • મૌની રોય સ્કિનની સુંદરતા માટે રોજ એક કેળું ખાય છે