Shani Rashi Parivartan: શનિ દેવ અંગે કહેવાય છે કે જ્યારે નારાજ થાય છે ત્યારે વ્યક્તિનું જીવન સંકટ, પરેશાની અને અડચણોથી ભરી દે છે. વ્યક્તિ રાજાથી રંક બનવાની સ્થિતિમાં આવી જાય છે. શનિ દેવને જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે. શનિદેવને કળિયુગના દંડાધિકારી પણ ગણાવાયા છે. આ કારણે દરેક લોકો શનિ દેવને શાંત રાખવા ઈચ્છે છે.


શનિનું કેટલા વર્ષે થાય છે રાશિ પરિવર્તન


જ્યોતિષ શાસ્ત્રમાં શનિની રાશિ પરિવર્તનનું ખૂબ મહત્વ છે. દર અઢી વર્ષે શનિ રાશિ બદલે છે. શનિદેવ 29 એપ્રિલ, 2022ના રોજ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવશે કરશે. 30 વર્ષ પછી શનિનો કુંભ રાશિમાં પ્રવેશ થઈ રહ્યો છે. શનિ કોઈ રાશિમાં 12 વર્ષ રહેતો હોવાથી તમામ 12 રાશિમાં આવતાં 30 વર્ષ લાગે છે. શનિના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના જાતકોને રાહત થાય છે તો અમુકની મુશ્કેલી વધે છે.


આ રાશિના જાતકો પર થઈ શકે છે અશુભ અસર


2022માં કુંભ રાશિમાં શનિના પરિવર્તનના કારણે કર્ક રાશિના જાતકો પર તેની અશુભ અસર થશે. આ રાશિના જાતકોની નાણાકીય મુશ્કેલી વધી શકે છે. નોકરી-ધંધામાં અડચણ આવી શખે છે. રોકાણ સંબંધિત બાબતોમાં નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત ઉતાવળામાં કોઈ નવું કામ શરૂ કરવાથી નુકસાન સહન કરવું પડી શકે છે.


આ રાશિના જાતકો માટે મોટો નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે


કુંભ રાશિના જાતકો માટે કોઈ મોટો નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે. જૂના રોગની સમસ્યા સતાવી શકે છે. પૈસાની તંગી પડી શકે છે, તેથી ખર્ચ પર નિયંત્રણ રાખવો પડશે. પરિવારમાં વિવાદ વધી શકે છે. નોકરિયાત વર્ગને કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવી શકે છે.


આ પણ વાંચોઃ 2022માં આ રાશિના લોકોનું સૂતેલું નસીબ જાગશે, ધન દોલતમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થવાની સંભાવના