MapmyIndia IPO:  MapmyIndia બ્રાન્ડ પ્રમોટર કંપની CE Info Systemsનો IPO 9 ડિસેમ્બરથી ખૂલશે. કંપની IPO દ્વારા રૂ. 1040 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. MapmyIndia એ ડિજિટલ નકશા, જીઓસ્પેશિયલ સોફ્ટવેર અને લોકેશન આધારિત IoT ટેકનોલોજી પ્રદાન કરતી દેશની અગ્રણી કંપનીઓમાંની એક છે. MapmyIndia એ 6 મિલિયન કિલોમીટરથી વધુનો ડિજિટલ નકશો બનાવ્યો છે, જે ભારતના કુલ રોડ નેટવર્કના લગભગ 98.5 ટકા છે.


જાણો કેટલી છે પ્રાઇસ બેન્ડ


MapmyIndiaનો IPO 9મી ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને આ માટે રોકાણકારો 13મી ડિસેમ્બર સુધી IPOમાં અરજી કરી શકે છે. કંપનીએ રૂ. 2ની ફેસ વેલ્યુ માટે શેર દીઠ રૂ. 1,000-1,033ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. IPOની ઓફરનું કદ 1,00,63,945 ઇક્વિટી શેર છે. આ IPO સંપૂર્ણ રીતે વેચાણ માટે ઓફર (OFS) છે. મતલબ કે આ હેઠળ કંપનીના પ્રમોટર્સ અને શેરધારકો તેમનો હિસ્સો વેચશે. અર્થાત આઈપીઓમાંથી જે નાણાં એકત્ર કરવામાં આવશે તે કંપનીને નહીં પરંતુ હિસ્સો વેચનારા શેરધારકોને જશે.


વધુમાં વધુ કેટલા લોટ બિડ કરી શકાશે


IPO નો 50% હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs), 15% બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને 35% છૂટક રોકાણકારો માટે રિઝર્વ રખાશે. IPOના લિસ્ટિંગ પછી કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો હાલના 61.71 ટકાથી ઘટીને 53.73 ટકા થઈ જશે. Mapmyindia રોકાણકારો રૂ. 14,462ના 14 ઇક્વિટી શેરના લોટમાં બિડ કરી શકે છે અને કોઈપણ રોકાણકાર વધુમાં વધુ 13 લોટ માટે બિડ કરી શકે છે. વધુમાં વધુ 13 લોટની બિડ કરવા માટે 1,88,006 રૂપિયાના રોકાણની જરૂર પડશે.


MapmyIndia IPO GMP


MapmyIndia IPO ના શેર્સ ગ્રે માર્કેટમાં રૂ. 650 ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે તેમાં વધુ વોલેટિલિટી હોઈ શકે છે એટલે કે રોકાણકારો લિસ્ટિંગ પર મોટો ફાયદો કરી શકે છે. MapmyIndia ના શેર 21 ડિસેમ્બરે BSE અને NSE બંને એક્સચેન્જો પર લિસ્ટ થઈ શકે છે.