shani vakra 2026 dates: જ્યોતિષશાસ્ત્રમાં ન્યાયના દેવતા ગણાતા શનિદેવની ચાલમાં ટૂંક સમયમાં જ એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આગામી 27 જુલાઈ 2026 ના રોજ શનિદેવ વક્રી થશે, એટલે કે ઊંધી ચાલે ચાલવાનું શરૂ કરશે, જે 11 ડિસેમ્બર 2026 સુધી ચાલશે. શનિની આ બદલાતી ચાલના કારણે કેટલીક રાશિઓ માટે મુશ્કેલ સમય અને કસોટીનો ગાળો શરૂ થઈ શકે છે. ખાસ કરીને મીન, ધનુ, મેષ અને સિંહ એમ 4 રાશિના જાતકોએ આ દરમિયાન ખૂબ જ સાવધ રહેવું પડશે. વક્રી શનિના પ્રભાવને લીધે આ રાશિના લોકોના કરિયર, આર્થિક સ્થિતિ અને અંગત જીવન પર ઊંડી અસર પડી શકે છે. ચાલો વિગતવાર જાણીએ કે કઈ રાશિ પર કેવો પ્રભાવ પડશે અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
આ 4 રાશિઓએ રાખવી પડશે ખાસ સાવધાની
1. મીન રાશિ (Pisces)
શનિની વક્રી ચાલ મીન રાશિના જાતકોને પોતાની ભૂલો સુધારવા અને આત્મનિરીક્ષણ કરવાની તક આપશે. જોકે, આ દરમિયાન તમારી ચાલુ યોજનાઓની ગતિ અપેક્ષા કરતાં ધીમી પડી શકે છે, તેથી ઉતાવળ કરવાને બદલે નવી વ્યૂહરચના બનાવીને કામ કરવું વધુ સારું રહેશે. મીન રાશિ પર હાલ શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે, જેના કારણે નોકરી-ધંધામાં થોડી મંદી આવી શકે છે અથવા માથે વધારાની જવાબદારીઓનો બોજ વધી શકે છે.
2. ધનુ રાશિ (Sagittarius)
ધનુ રાશિના જાતકો માટે શનિનો આ વક્રી તબક્કો આર્થિક બાબતોમાં ભારે કસોટી કરનારો સાબિત થઈ શકે છે. શનિના પ્રભાવને લીધે મોટું રોકાણ કરતી વખતે, કોઈને ઉધાર પૈસા આપતી વખતે કે જોખમી નિર્ણયો લેતી વખતે ખૂબ જ સંયમ અને સમજુતી રાખવી જરૂરી છે. આ સમયગાળામાં બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો અને ભવિષ્ય માટે વ્યવસ્થિત નાણાકીય આયોજન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે.
આ પણ વાંચોઃ 30 વર્ષ પછી આવતીકાલે અધિક માસ અને સોમવતી અમાવસ્યાનો મહાસંયોગ: જાણો પૂજા અને 5 મહાઉપાયો
3. મેષ રાશિ (Aries)
મેષ રાશિના જાતકો માટે આ સમય નવી તકોની સાથે મોટી જવાબદારીઓ પણ લાવશે. આ સમય દરમિયાન તમારા પર આર્થિક દબાણ વધી શકે છે, તેથી પ્રોપર બજેટ બનાવીને જ ચાલવું અને નાણાકીય નિર્ણયો સમજી-વિચારીને લેવા. જોકે, કરિયરના ક્ષેત્રમાં મોટો બદલાવ આવી શકે છે, જેમ કે નવી નોકરી મળવી, નવી ભૂમિકા મળવી અથવા વ્યાવસાયિક લાઈફમાં મોટું પરિવર્તન થવાના મજબૂત સંકેતો છે.
4. સિંહ રાશિ (Leo)
સિંહ રાશિના લોકો માટે વક્રી શનિ તેમની ધીરજની આકરી કસોટી લેશે. શનિના પ્રભાવને કારણે તમારી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં લોકોની અપેક્ષાઓ ખૂબ વધી જશે, જેને કારણે તમે માનસિક દબાણ અનુભવી શકો છો. આવા સમયે કોઈ પણ મોટો નિર્ણય લેવામાં ઉતાવળ કરવાને બદલે એકદમ સ્પષ્ટ વિચારસરણી અપનાવવી અને શાંતિથી આગળ વધવું હિતાવહ રહેશે.
આ પણ વાંચોઃ 22 જૂને સૂર્યનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ: આ વર્ષે 56 દિવસ જ વરસી શકે છે વરસાદ, જાણો કયા મહિનામાં કેટલો?
